Home /News /ahmedabad /દાદા સરકાર બુલડોઝર બાદ હવે એએમસીનું પણ બુલડોઝર ફરી વળ્યું, આટલા દબાણો હટાવાયા
દાદા સરકાર બુલડોઝર બાદ હવે એએમસીનું પણ બુલડોઝર ફરી વળ્યું, આટલા દબાણો હટાવાયા
એએમસીની કાર્યવાહી
AMC Actions: એક તરફ દાદા સરકાર દ્વારા દ્વારકા સહિત ધાર્મિક સ્થળો પર થયેલા ગેરકાયદે દંબાણ દુર કરવાની મુહીમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા ઝુંબેશ ચાલી છે. અમદાવાદ કમિશનર એમ.થેન્નારસન દ્વારા કડક સુચનાઓ અપાઇ છે. શહેરમાં સાત ઝોના મેગા ડેમોલેશન ડ્રાઇવ હાથ ધરાઇ છે.
અમદાવાદ: એક તરફ દાદા સરકાર દ્વારા દ્વારકા સહિત ધાર્મિક સ્થળો પર થયેલા ગેરકાયદે દંબાણ દુર કરવાની મુહીમ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવવા ઝુંબેશ ચાલી છે. અમદાવાદ કમિશનર એમ.થેન્નારસન દ્વારા કડક સુચનાઓ અપાઇ છે. શહેરમાં સાત ઝોના મેગા ડેમોલેશન ડ્રાઇવ હાથ ધરાઇ છે. એએમસી ઉત્તરઝોન એસ્ટેટ વિભાગ દ્વારા નરોડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર 35/2(સૈજપુર-બોઘા-દ), ફા.પ્લોટ નંબર 21/1માં રૂલ્રાક્ષ હોસ્પિટલ પાછળ, સીટી સેન્ટરની બાજુમાં નરોડા પાટીયા નરોડા ખાતે બીન પરવાનગીએ થયેલ ગ્રા.ફલોરના કોમર્શીયલ પ્રકારના બાંધકામને ધી જી.પી.એમ.સી. એકટની કલમ-260 મુજબની નોટીસો આપી બાંધકામ અટકાવી દુર કરવા માટે જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નોટીસો આપવા છતા પણ બાંધકામકર્તાએ પાલન ન કરતાં બીન પરવાનગીનાં આશરે 4,00,000 ચો.ફુટનાં બાંધકામને ઉત્તર ઝોન એસ્ટેટ/ટી.ડી.ઓ.ના સ્ટાફ, એસ.આર.પી. સ્ટાફ, દબાણની ગાડી, જે.સી.બી. મશીન તથા ખાનગી મજુરોની મદદથી હટાવામાં આવ્યું છે. મ્યુનિ.પ્લોટ ખુલ્લો કરવાની કાર્યવાહીના ભાગરૂપે નરોડા વોર્ડમાં ખાનગી ઓ.પી.માંથી રસ્તામાં ભળતી જગ્યામાંથી કાચા-પાકા-9 રહેઠાણ પ્રકાર શેડના દબાણો દુર કરી 1,000 ચો.મી. જગ્યાનો કબજો લેવામાં આવ્યો છે. તેમજ સરસપુર-રખિયાલ વોર્ડમાં લીંમડા ચોક સર્કલથી મચ્છી માર્કેટ તરફના 24.38 મી. ટી.પી.રોડમાં તથા સૈજરપુર-બોઘા વોર્ડમાં ટાવરથી ઠાકોર વાસ થઇ સૈજપુર ગારનાળા સુધી 18.00 મી. ટી.પી.રોડમાં આવતાં બાંધકામોનો ખાતાકીય અમલ કરી દુર કરવામાં આવ્યું.
ડ્રેબ્રીજ ઉપાડવાની કામીગીરી તેમજ સરદારનગર વોર્ડમાં છેલ્લા બે દિવાસથી એરપોર્ટ સર્કલ થઇ તલાવડી સર્કલ થઇ ઇન્દીરા બ્રીજ સુધીના આશરે 1800.00 મીટર લંબાઇના ટી.પી.રસ્તા, સરદારનગર ટાઉનશીપ આર.ડી.પી. કપાતમાં આવતાં જગ્યા બાંધકામોનું સર્વેની કામગીરી ચાલુ છે. દબાણ દુર કરવાની કાર્યવાહીના ભાગરૂપે ઉત્તર ઝોન હદવિસ્તારના તમામ મુખ્ય ટી.પી.રસ્તામાં જાહેર જનતા / ટ્રાફીકને અડચણરૂપ દબાણો દુર કરી લારી- 12, ભંગાર વ્હીકલ-2, બીન અધિકૃત રીતે પ્રસિધ્ધ કરતી જાહેરાતો જેવી કે, ચોપાનીયા બેનર્સ-597, હોર્ડીંગ્સ નાના-મોટા બોર્ડ-184 તથા અન્ય પરચુરણ માલ-સામાન-108, એમ મળીને કુલ-903 માલ સામાન ઉપાડીને ગોડાઉનમાં જમા કરાવી તથા કાચા-પાકા શેડ નંગ-9 ખોલાવી દબાણ દુર કરવામાં આવ્યા છે.
આ સાથે બીન અધિકૃત રીતે જાહેરાતો પ્રસિધ્ધકર્તાઓ પાસેથી રૂપિયા 2,20,000/- તેમજ ઓનગોઇન ચાલતી સાઇટો દ્વારા રજાચિઠ્ઠીના નિયમોના ભંગ કરવા બદલ ક્રિષ્ના હેરીટેજની સ્કીમ પ્રકારની સાઇટ દ્વારા રસ્તા પર માટી શરતભંગ બાબતે 1,50,000 - વહીવટી ચાર્જ વસુલ કરી એમ મળીને કુલ-3,70,000- વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો છે. તેમજ નરોડ વોર્ડ વિસ્તારમાં રાઉન્ડ દરમ્યાન રજાચિઠ્ઠીના નિયમોના ભંગ માલુમ પડતાં ધ મેન્ગો-2, ધ ફોચ્યુન, સુર્યા સેરેનીટી, અને રોયલ રેવન્તાની સ્કીમ પ્રકારની કુલ-4 સાઇટને સીલ કરી બાંધકામ બંધ કરાવેલ છે.
દક્ષિણ ઝોનના બહેરામપુરા વોરેડમાં આવેલ ટી.પી. સ્કીમ નં.32 (સુએજ ફાર્મ) માં (1) સબ પ્લોટ નં.20 થી 22 પૈકીમાં સુએજ્ફાર્મ પીરણા ડમ્પ સાઇટ વાળા રોડ પર આવેલ ‘જીબ્રીલ એસ્ટેટ’ ના અંદાજીત 1,200 ચો.ફુટ ક્ષેત્રફળ ધરવતાં તથા (૨) સબ પ્લોટ નં.45 પૈકીમાં અજમેરી ફાર્મની પાસે, રુપમ ટેક્ષટાઇલ્સની સામે અંદાજીત 6,300 ચો.ફુટ ક્ષેત્રફળ ધરાવતાં એમ કુલ મળીને 7,500 ચો ફુટ ક્ષેત્રફળ ધરાવતા ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના 2 અનઅધિકૃત બાંધકામોને દુર કરવામાં આવેલ છે. તેમજ ઉક્ત જાહેરમાર્ગો તથા તેની ફુટપાથ ઉપરથી જાહેર જનતા તથા ટ્રાફીકને અવર જવરમાં નડતરરુપ 03 નંગ લારીઓ, 04 નંગ બાંકડા, 3 નંગ ખાટલા, 2 નંગ કાચા શેડ તેમજ 28 નંગ પરચુરણ માલસામાન / લૂઝ દબાણો ગોડાઉન ખાતે જમા કરાવી જાહેરમાર્ગો ખુલ્લા કરવામાં આવેલ છે.