Home /News /ahmedabad /

અમદાવાદ: યુવતીએ સગાઈ તોડી નાંખતા પૂર્વ મંગેતરે નાની બહેન પર દુષ્કર્મ આચર્યું

અમદાવાદ: યુવતીએ સગાઈ તોડી નાંખતા પૂર્વ મંગેતરે નાની બહેન પર દુષ્કર્મ આચર્યું

(પ્રતિકાત્મક તસવીર)

આરોપી અને તેના પિતા યુવતીને અમદાવાદથી પાટણ ખાતે લઇ ગયા હતા, જ્યાં ચાર દિવસ સુધી હોટલમાં યુવતીની મરજી વિરુદ્ધ બહેનના પૂર્વ મંગેતરે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પોતાની સાથે સગાઈ તોડી નાખવા મામલે બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું જણાવતા યુવતી ગભરાઈ ગઈ હતી. 

વધુ જુઓ ...
અમદાવાદ: શહેર (Ahmedabad)માં એક યુવતીએ મંગેતરની ચાલ ચલત સારી ન હોવાથી તેની સાથે થયેલી સગાઈ તોડી નાખી હતી. જોકે એ બાબતનો બદલો લેવા યુવતીના મંગેતરે તેની જ નાની બહેન પર દુષ્કર્મ (Rape) ગુજાર્યું હોવાની ઘટના પોલીસ (Paldi Police)ચોપડે નોંધાઈ છે. નાના ભાઈનું અપહરણ કરવાની તેમજ મંગેતરના ફોટો વાયરલ કરવાની ધમકીઓ આપનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ તેની મદદગારી કરનાર પિતાને પણ ઝડપી લેવાયો છે.

એક જ પરિવાર સાથે અસભ્ય વર્તન કરી બદલો લેવાની ભાવના રાખી નરાધમ પિતા-પુત્રએ બદલો લેવા એક માસૂમની જિંદગી નર્ક બનાવી નાખી હતી. જોકે પિતા-પુત્રની કરતુતે બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાનું કામ કર્યું છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી પાલડી વિસ્તારમાં નર્સિંગનું કામ કરે છે, ફરિયાદી યુવતીની સગાઈ સમાજના રીતરિવાજ મુજબ વાડજમાં રહેતા આરોપી સાથે થઈ હતી. જોકે બહેનના મંગેતરની ચાલ ચલગત સારી ન હોવાથી 3 મહિના પહેલા યુવતીએ સગાઈ તોડી નાખી હતી. જે બાબતનો બદલો લેવા યુવતીના મંગેતરે તેની જ નાની બહેનને ઉપાડી લઈ જઈ તેની પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ પણ વાંચો- ગુજરાત ઈન્ફોર્મેટિંગ લિમિટેડમાં રુપિયા સાત કરોડનું કૌભાંડ

દોઢ મહિના પહેલા યુવતીની બહેનના મંગેતરે પાલડી સ્થિત તેના નોકરીના સ્થળે આવીને તેના નાના ભાઈને ઉપાડી જવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી. જે બાદ આરોપીએ અવાર-નવાર યુવતીનો પીછો કરતો હતો, તેવામાં 10 મી એપ્રિલના રોજ સવારના સમયે આરોપીએ યુવતીને ફોન કરીને તેની નાની બહેનના ફોટા વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી મળવા બોલાવી હતી.

આરોપી અને તેના પિતા યુવતીને અમદાવાદથી પાટણ ખાતે લઇ ગયા હતા, જ્યાં ચાર દિવસ સુધી હોટલમાં યુવતીની મરજી વિરુદ્ધ બહેનના પૂર્વ મંગેતરે દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પોતાની સાથે સગાઈ તોડી નાખવા મામલે બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હોવાનું જણાવતા યુવતી ગભરાઈ ગઈ હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં ઈ-કોમર્સ વેબસાઈટથી થતો ડ્રગ્સનો વેપાર

તેણે આ મામલે માતા-પિતા અને પરિવારજનોને વાત કરતા સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ ગુનામાં પકડાયેલા પિતા-પુત્ર છૂટક મજૂરીનું કામ કરે છે તેવામાં પાલડી પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad police, Minor Rape Case

આગામી સમાચાર