Home /News /ahmedabad /અમદાવાદના રાણીપમાં સામાન્ય અકસ્માત બાદ વિધર્મી આરોપીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો

અમદાવાદના રાણીપમાં સામાન્ય અકસ્માત બાદ વિધર્મી આરોપીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો

અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં હત્યાના પાંચ બનાવો બન્યા છે.

Ahmedabad Crime News: રાણીપ વિસ્તારમાં ફરિયાદી અજય સાલ્વીના ભાણેજની આરોપી સાથે વાહનની ટકકર થઈ હતી અને ત્યાર બાદ મામલો વધુ બગડે તે પેહલા બંન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એવી ઘટના બની છે જેનાથી પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. કારણ કે એક વિધર્મી યુવક દ્રારા એક વ્યકિત ઉપર જીવલેણ હમુલો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્રારા આઈપીસી 307 સહિત અન્ય કલમો ઉમેરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડા દિવસ પહેલા રાણીપ વિસ્તારમાં ફરિયાદી અજય સાલ્વીના ભાણેજની આરોપી સાથે વાહનની ટકકર થઈ હતી અને ત્યાર બાદ મામલો વધુ બગડે તે પેહલા બંન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જોકે સમાધાન બાદ પણ આરોપીએ તે અકસ્માતની અદાવત રાખી હતી અને ગત પહેલી સપ્ટેમ્બરના રોજ ફરિયાદી અજયભાઈ રાણીપ વિસ્તારમાં આવેલ કાળીગામ ગરનાળા પાસેથી આવેલ પુનિત સોસાયટીમાં ગરબા રમવા જઈ રહ્યા હતા તે દરમ્યાનમાં આરોપીએ પાછળથી કોઈ પણ વસ્તુથી અજયના માથાના ભાગે હુમલો કર્યો હતો. અને જેથી અજયભાઇ બેભાન થઈ ગયા હતા.

આ પણ વાંચો- સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ, યુદ્ધગ્રસ્ત દેશમાં રૂપિયાની લેવડદેવડનો ખુલાસો

જોકે આ ઘટના બાદ પણ થોડાક સમય સુધી તે કંઈ સાંભળી શકે તેમ ન હતા. જેથી પોલીસે ગઈ કાલે ફરિયાદીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે. પોલીસનુ કહેવુ છે કે આ સમગ્ર ઘટનામાં હાલ કોઈ ચોક્કસ કારણ તો સામે આવ્યુ નથી પરંતુ જે પ્રથમિક તપાસમાં સામે આવ્યુ છે કે જે અકસ્માત થયેલ તેના કારણે હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે પરંતુ અકસ્માતની કોઈ ફરિયાદ કે અરજી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી નથી. જેથી હાલ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ બાદ વધુ ખુલાસો સામે આવશે કે આ ઘટના પાછળની હકીકત શુ છે.

આ પણ વાંચો- 20 વર્ષથી આ ભક્ત નવરાત્રિમાં આવી રીતે કરે છે મા ની સાધના

નોંધનીય વાત તો એ છે કે છેલ્લા થોડાક સમયમાં અમદાવાદમાં પરિસ્થિતિ વધુ બગડી છે કારણ કે પૂર્વ વિસ્તારમાં ઉપરા ઉપરી હત્યાના બનાવો વધી ગયા છે. અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં હત્યાના પાંચ બનાવો બન્યા છે અને જેમાં મેધાણીનગરમાં સૌથી વધુ હત્યાના બનાવો બન્યા છે. ત્યારે પોલીસ આ મામલે કઈ રીતે કાર્યવાહી કરે તે પણ સવાલ છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, અમદાવાદ, અમદાવાદ પોલીસ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन