રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં જુબાની નોંધાવી, જાણો કોર્ટરૂમમાં શું થયું?

News18 Gujarati
Updated: July 12, 2019, 6:00 PM IST
રાહુલ ગાંધીએ માનહાનિ કેસમાં જુબાની નોંધાવી, જાણો કોર્ટરૂમમાં શું થયું?
રાહુલ ગાંધી

કોર્ટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા.

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : એડીસી બેંક માનહાનિ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને રૂ. 15 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર બન્યા હતા. કોર્ટની કાર્યવાહી દમિયાન મેટ્રો કોર્ટના જજના સવાલ પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમના પર લાગેલા તમામ આરોપ ખોટા છે. આ કેસમાં વધુ સુનાવણી આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ યોજાશે. તેમજ કોર્ટે રાહુલ ગાંધીને આગામી સુનાવણીમાં હાજર રહેવાની મુક્તિ આપી છે.

કોર્ટરૂમમાં શું થયું?

લગભગ સાડા ત્રણ વાગ્યે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. રાહુલના આગમન સાથે કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો. જે બાદમાં સંખ્યા વધી જતાં કોર્ટરૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. જજે જ્યારે પૂછ્યું કે તમારા પર લાગેલા આરોપ સાચા છે ત્યારે રાહુલે જણાવ્યું હતું કે, "મુજ પર જો આરોપ લગાયે ગયે હે, ઉસમેં મેં બિલકુલ નિર્દોષ હું."

VIDEO  :  રાહુલ ગાંધીએ અમદાવાદમાં ગુજરાતી ભોજનની માણી લિજ્જત

કોર્ટ રૂમની બારીમાંથી ફોટો ક્લિક કરવાનો પ્રયાસ

કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે કોઈ વ્યક્તિએ બારીમાંથી ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટનો દરવાજો બંધ હોવાથી બારીમાંથી ફોટો ક્લિક કરનાર વ્યક્તિએ રોકવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, ફોટો ક્લિક કરનાર વ્યક્તિ હાથમાં આવ્યો ન હતો.
Loading...

રાહુલે સ્પેલિંગમાં ભૂલ તરફ ધ્યાન દોર્યું

કોર્ટની કાર્યવાહી દરમિયાન જજે રાહુલ ગાંધીને જરૂરી ડોક્યુમેન્ટો મળ્યાં છે કે નહીં તે અંગે પણ સવાલ પૂછ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોર્ટના ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં ભૂલ હોવાનું જજને જણાવ્યું હતું.
First published: July 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...