Ahmedabad SG Highway Accident: અમદાવાદમાં આજે અકસ્માતની (Ahmedabad Accident) એક કરૂણ ઘટનામાં આશાસ્પદ વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. શહેરમાં કાળમુખા ડમ્પરો (Dumper) બેફામ દોડી રહ્યા છે ત્યારે આવા જ એક ડમ્પર સાથે અકસ્માત થતા વિદ્યાર્થિનીનો જીવન દીપ બુઝાઈ (Girl Died in Accident ગયો છે. આ ઘટનામાં એક પરિવારે પોતાની લાડકી દીકરી ગુમાવી છે. શહેરના વિકાસ ની સાથે સાથે સારા રસ્તાઓ પર ગતિ મર્યાદા ઓળંગી રહેલા ભારે વાહનો પર હવે લગામ મૂકવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.
આજના અકસ્માતની વિગતો એવી છે કે અમદાવાદના હ્યદય સમાન સરખેજ ગાંધીનગર હાઈવે (SG Highway) પર બનેવા નવા ઓવરબ્રીજ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આશિર્વાદ સમાન છે. જોકે, આ ઓવરબ્રીજ પરની ગતિ મર્યાદા અને ભારે વાહનોના પ્રવેશના નિયમો હોવા છતા તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે. આજે આવા જ એક ભારે વાહન ડમ્પરના અકસ્માતમાં વિદ્યાર્થિનીએ જિંદગી ગુમાવી છે.
ઝાયડસ બ્રિજ પર અકસ્માત થયો
સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલા ઝાયડસ બ્રિજ પર ડમ્પર અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. જોકે, સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાર્થિનીએ હેલમેટ પહેર્યુ હોવા છતાં તેની જિંદગી બચી શગકી નથી. મૃતક વિદ્યાર્થિનીની ઓળખાણ નિકિતા તરીકે થઈ છે.
ડમ્પર અને બાઈક વચ્ચે થયો હતો અકસ્માત#Ahmedabad #NEWS18GUJARATI #news pic.twitter.com/xpAWu6xYFW
— News18Gujarati (@News18Guj) May 16, 2022
ગણપત યુનિવર્સિટીનું વિદ્યાર્થિની
આ અકસ્માતમાં મોતને ભેટનાર વિદ્યાર્થિની ગણપત યુનિવર્સિટીની વિદ્યાર્થિની હોવાની વિગતો સામે આવી છે. ડમ્પરના પાછલા જોટાની પાસે થયેલા અકસ્માતમમાં વાંક કોનો હતો તે તો તપાસના અંતે જ જાણવા મળે પરંતુ એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવી દીધી છે તે કરૂણ હકિકત છે.
દ્વીચક્રી વાહનચાલકોએ નિયમ મુજબ અને જીવનની સુરક્ષા માટે પણ હેલમેટ પહેરવું જરૂરી છે, આજના અકસ્માતમાં વિદ્યાર્થિનીનું મોત થયું તે હેલમેટની અસુરક્ષાના કારણે થયું છે કે નહીં તે જાણી શકાયું નથી. પરંતુ જીવન રક્ષક હેલમેટ દ્વીચક્રી વાહનચાલકો માટે અત્યંત જરૂરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર