Home /News /ahmedabad /50 હજારથી વધુ ટેક્ષ બાકી હોય તેવા કરદાતાઓ સામે થશે કાર્યવાહી, AMCની લાલ આંખ 

50 હજારથી વધુ ટેક્ષ બાકી હોય તેવા કરદાતાઓ સામે થશે કાર્યવાહી, AMCની લાલ આંખ 

AMCની લાલ આંખ 

Amdavad Municipal Corporation: અમદાવાદ મહાનગર પાલિકના ટેક્ષ વિભાગની આવક વધે અને લોકો ટેક્ષ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય સરકાર અને એએમસી દ્વારા અનેક પ્રયાસ થઇ રહ્યા છે. તેમ છતા હજારો ટેક્ષ કરદાતાઓ હજુ પણ ટેક્ષ ભરી રહ્યા નથી. ત્યારે આવા ટેક્ષ કરદાતાઓ સામે એએમસી લાલ આંખ કરશે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકના ટેક્ષ વિભાગની આવક વધે અને લોકો ટેક્ષ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તે માટે રાજ્ય સરકાર અને એએમસી દ્વારા અનેક પ્રયાસ થઇ રહ્યા છે. તેમ છતા હજારો ટેક્ષ કરદાતાઓ હજુ પણ ટેક્ષ ભરી રહ્યા નથી. ત્યારે આવા ટેક્ષ કરદાતાઓ સામે એએમસી લાલ આંખ કરશે. બાકી કરદાતાઓને અવારનવાર નોટિસ પણ આપવામાં આવે છે. છતાં પણ ટેક્સ ભરવામાં આવતા નથી. જેથી હવે તેમની સામે તંત્ર લાલ આંખ કરી કાર્યવાહી પણ કરશે.

ટેક્સ બાકીદારો સામે થશે કડક કાર્યવાહી


AMC રેવન્યુ વિભાગના ચેરમેન જૈનિક વકિલે જણાવ્યુ હતું કે, ‘મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની આવક વધે અને લોકો ટેક્સ ભરવા પ્રત્યે પ્રોત્સાહિત થાય તેના માટે અવારનવાર પ્રોત્સાહક સ્કીમો આપવામાં આવે છે. છતાં પણ કેટલાક ટેક્સ ધારકો દ્વારા ટેક્સ ભરવામાં આવતો નથી. તેઓને અવારનવાર નોટિસ આપવામાં આવે છે. છતાં પણ ટેક્સ ભરવામાં આવતા નથી. જેથી હવે તેમની મિલકતને સીલીંગથી લઇ અને હરાજી સુધીની કાર્યવાહી કરવામાં આવશે. રૂપિયા 50,000થી વધુનો ટેક્સ બાકી છે. તેવા કરદાતાઓ સામે કાર્યવાહી કરાશે. આવા બાકી ટેક્સધારકોમાં ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં કુલ 7704 જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં આ ઝુંબેશને વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને રોજની 150થી વધુ મિલકતોને સીલ કરવામાં આવી રહી છે.’

આ પણ વાંચો: આઠ મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, સુરત પોલીસે કરી બે આરોપીઓની ધરપકડ

યોજનાની મુદત 31/03/2023 સુધી લંબાવામાં આવી


ગુજરાત રાજ્ય સરકારના વ્યવસાય વેરા કાયદા હેઠળ બાકી રકમની ઝડપી વસુલાત થાય અને પડતર કેસોનો નિકાલ થાય તે હેતુથી ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા વ્યવસાય વેરા સમાધાન યોજના વર્ષ 2022 બહાર પાડવામાં આવેલ હતી. જે યોજના તારીખ 31/12/2022 સુધી અમલમાં હતી. જે યોજનાનો જાહેર જનતા તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ હતો. તારીખ 01/11/2022થી તારીખ 31/12/2022માં યોજનાની મુદત દરમ્યાન PECના કુલ 17,025 તથા PRCના 26,692 મળી કુલ 43,707 કરદાતાઓ આ યોજનાનો લાભ લીધેલ હતો. તેમજ આ સમય દરમ્યાન પ્રોફેશન ટેક્ષની આવક રૂા. 41.74 કરોડ થયેલ હતી. જે ધ્યાને રાખી હવે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા આ યોજનાની મુદત ફરીથી તારીખ 31/03/2023 સુધી લંબાવામાં આવી છે.

આ પણ વાંચો: યાયાવર પક્ષીઓ બન્યા ગીર સોમનાથના મહેમાન, હજારોની સંખ્યામાં આવ્યા વિદેશી પક્ષીઓ

રીકવરી માટે કડકમાં કડક કાર્યવાહી કરાશે


આમ હાલમાં ચાલુ વર્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં સૌ પ્રથમવાર 31 મી માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્ષ તથા પ્રોફેશન ટેક્ષ બંનેમાં ઇન્સેન્ટીવ રીબેટ યોજના અમલમાં છે. જેથી આ બન્ને યોજનાનો એક સાથે લાભ લેવા તમામ કરદાતાઓને અનુરોધ કરવામાં આવે છે. મોટા બાકી ટેક્ષના કરદાતાઓની સામે સીલીગ અને હરાજી સુધીની કડક કાર્યવાહી આમ આવા પ્રકારના ખૂબ જ પ્રોત્સાહક ઇન્સેન્ટીવ સ્કીમ અમલમાં હોવા છતાં જે કરદાતાઓ દ્વારા બાકી ટેક્ષની સમયસર ભરપાઇ કરવામાં આવતી નથી તેની સામે 'zero tolerance policy' હાથ ધરવામાં આવશે. તેમજ રીકવરી માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ખુદ પોલીસનો દીકરો જ ફસાયો વ્યાજના ચક્રમાં, 2.50 લાખના બદલામાં ચૂકવ્યા 22 લાખ 

7704 મોટા બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી


ઉલ્લેખનીય છે કે, રૂપિયા 50 હજાર અથવા તેથી વધુ બાકી હોય તેવા તમામ કરદાતાઓને છેલ્લી ચેતવણી નોટીસ આપી ટાંચ અને જપ્તીમાં મિલકત લઇ સીલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે અંતર્ગત અત્યાર સુધી ચાલુ નાણાંકીય વર્ષમાં નીચે દર્શાવ્યા મુજબ 7704 મોટા બાકીદારોની મિલકતોને સીલ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, બાકી કરદાતાઓને અવારનવાર નોટિસ પણ આપવામાં આવી હતી. છતાં પણ ટેક્સ ભરવામાં આવતા નથી. જેથી હવે તેમની સામે તંત્ર લાલ આંખ કરી કાર્યવાહી પણ કરશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: AMC News, AMC pay taxes, Tax News, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन