Home /News /ahmedabad /અકસ્માત સામે આયોજન : તહેવાર ટાણે દુર્ઘટનાઓ વધવાનો ભય, જાણો કેવો છે 108 સેવાનો એક્શન પ્લાન

અકસ્માત સામે આયોજન : તહેવાર ટાણે દુર્ઘટનાઓ વધવાનો ભય, જાણો કેવો છે 108 સેવાનો એક્શન પ્લાન

108 ઇમરજન્સી સર્વિસની ટીમ તહેવાર પહેલા સજ્જ

તહેવાર દરમિયાન ઈમરજન્સી કોલમાં 18 થી 20 ટકાનો વધારો થવાનું અનુમાન છે. લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે 108 સેવા દ્વારા તાલીમબદ્ધ ઈએમટી,પાયલોટ અને અન્ય સુપરવાઈઝરી ટીમ સાથે લોકો માટે ઉપલબ્ધ રહેશે.

દિવાળીનો પર્વ સુખમય,ઉજાસમય અને સુરક્ષિત ઉજવાય તે માટે 108 ઈમરજન્સી સેવા દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. દર વર્ષે તહેવાર દરમિયાન 108 સેવાને ઈમરજન્સી કોલમાં વધારો થાય છે. જેને પગલે 108 ઇમરજન્સી સર્વિસની ટીમ તહેવાર પહેલા સજ્જ બની ગઇ છે.

વારંવાર અકસ્માત થતા હોય તેવા સ્થળ પર એમ્બ્યુલન્સ સજ્જ રાખવામાં આવશે. ખાસ કરીને એમ્બ્યુલન્સમાં પુરતી દવાનો જથ્થો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન ઈમરજન્સી કોલમાં 18 થી 20 ટકાનો વધારો થવાનું અનુમાન છે. લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે 108 સેવા દ્વારા તાલીમબદ્ધ ઈએમટી,પાયલોટ અને અન્ય સુપરવાઈઝરી ટીમ સાથે લોકો માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત 108 ઈમરજન્સી સર્વિસ પણ લોકોની કપરી પરિસ્થિતિમાં સાથ આપીને આશાનુ કિરણ આપશે.



આ પણ વાંચો :  Gujarat election: ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી છઠ્ઠી યાદી, મહેસાણામાંથી ભગત પટેલ તો રાપરથી અંબાલાલ પટેલ

તહેવાર ટાણે 108 ઇમરજન્સી કોલ્સમાં થશે વધારો


જી.વી.કે.ઈએમઆરઆઈ સીઓઓ જશવંત પ્રજાપતીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિવાળીના તહેવારને લઈ 108 સેવાના કર્મચારીઓ સજ્જ છે. સામાન્ય દિવસની ઇમરજન્સી કરતા તહેવારોમાં ઇમરજન્સી કોલમાં વધારો થાય છે.

સામાન્ય દિવસમાં 7 થી 8 હજાર  કોલ આવે છે, જે દિવાળીના તહેવારમાં 10 થી 12 હજાર પહોંચે તેવી શકયતા છે. દિવાળીના દિવસે  ઇમરજન્સી કોલમાં 13 ટકાનો વધારો થવાનું અનુમાન છે. બેસતા વર્ષના દિવસે ઇમરજન્સી કોલમાં 30 ટકાનો વધારો થવાનું અનુમાન છે. ભાઈ બીજના દિવસે ઇમરજન્સી કોલમાં 20 થી 25 ટકાનો વધારો થવાનું અનુમાન છે.



આ પણ વાંચો :  અમદાવાદમાં ધમધમી ઉઠી ગેરકાયદે ફટાકડાની હાટડીઓ, કાર્યવાહીમાં સુરસુરીયું કેમ?

સમગ્ર ગુજરાતમાં 802 જેટલી આત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે


તહેવાર દરમિયાન રોડ અકસ્માત,પેટનો દુખાવો,તાવ,મારામારીના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે.જો કે દિવાળીના તહેવારમાં હોસ્પિટલો પણ રજાનો માહોલ હોય છે. તેવા સમયે 108 સેવા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહશે અને 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબદ્ધ ઓફિસર, ડોકટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં 802 જેટલી આત્યાધુનિક એમ્બ્યુલન્સ ઉપલ્બ્ધ રહેશે. જો કે આશા રાખીએ કે પર્વના દિવસો સૌ માટે સુરક્ષિત પસાર થાય..
Published by:Bansari Gohel
First published:

Tags: 108 ambulance, 108 Emergency, 108 સેવા, Diwali 2022