Home /News /ahmedabad /VIDEO: રાજા બની તલવારથી કેક કાપવું યુવકને ભારે પડ્યું, પોલીસે કરી આકરી કાર્યવાહી

VIDEO: રાજા બની તલવારથી કેક કાપવું યુવકને ભારે પડ્યું, પોલીસે કરી આકરી કાર્યવાહી

પોલીસે પ્રતીક પાસેથી એક તલવાર પણ કબ્જે કરી છે.

તાજેતરમાં શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં કેક કટિંગ કરી, ફટાકડા ફોડી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર કેટલાક લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

અમદાવાદ: શહેર (Ahmedabad)માં છેલ્લા કેટલાક સમયથી તલવારથી જાહેરમાં કેક કટિંગ કરીને, ફટાકડા ફોડીને જન્મ દિવસની ઉજવણી કરવાનો જાણે કે ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ લાગી રહ્યું છે. અનેક વખત વીડિયો વાયરલ (Video Viral) થયા બાદ પોલીસ (Ahmedabad Police) કાર્યવાહી કરે છે. પંરતુ હજી પણ કેટલાક લોકો છે કે જેઓ સુધારવાનું નામ નથી લઈ રહ્યા અને આ રીતે જન્મ દિવસની ઉજવણી કરીને વીડિયો બનાવે છે. ત્યારે આવો વધુ એક વીડિયો સૈજપુર બોઘા વિસ્તારમાં વાયરલ થતાં પોલીસે કેક કટિંગ કરનાર યુવક સામે કાયદેસર ની કાર્યવાહી કરી છે.

તાજેતરમાં શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં કેક કટિંગ કરી, ફટાકડા ફોડી આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાવનાર કેટલાક લોકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જો કે આજે સૈજપુર બોઘા વિસ્તારનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કૃષ્ણનગર પોલીસે તલવાર સાથે કેક કટિંગ કરતા એક યુવાનને ઝડપી લીધો છે.



પોલીસે પ્રતીક ઉર્ફે સન્ની સોલંકી નામના યુવકને ઝડપી લીધો છે. જેણે જાહેરમાં તલવાર વડે કેક કટિંગ કરી હતી. પોલીસે પ્રતીક પાસેથી એક તલવાર પણ કબ્જે કરી છે. જો કે નવાઈની વાત તો એ છે કે અનેક વખત કાર્યવાહી કરવા છતાં પણ હજી લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા. અને આવા એક પછી એક વીડિયો વાયરલ થઇ રહ્યા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Gujarati news, અમદાવાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો