એસીપી મંઝીતાએ પરોઢે બુરખાવેશમાં પાડી રેડ,27 જુગારીઓને ઝડપી જેલમાં ધકેલ્યા

A
Updated: January 1, 1970, 5:30 AM IST
એસીપી મંઝીતાએ પરોઢે બુરખાવેશમાં પાડી રેડ,27 જુગારીઓને ઝડપી જેલમાં ધકેલ્યા
અમદાવાદઃશહેરના ચંડોળા વિસ્તારમાં એસીપી મંઝીતા વણઝારાએ બુરખાવેશમાં રેડ કરી અને 27 જુગારીઓને ઝડપી જેલમાં ધકેલી દીધા છે. આજે વહેલી સવારે 4 વાગ્યે બુરખો પહેરી દરોડા પાડ્યા હતા. જેમાં 1.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધામનો પર્દાફાસ કર્યો છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃશહેરના ચંડોળા વિસ્તારમાં એસીપી મંઝીતા વણઝારાએ બુરખાવેશમાં રેડ કરી અને 27 જુગારીઓને ઝડપી જેલમાં ધકેલી દીધા છે. આજે વહેલી સવારે 4 વાગ્યે બુરખો પહેરી દરોડા પાડ્યા હતા. જેમાં 1.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધામનો પર્દાફાસ કર્યો છે. એસીપી મનજીતા વણઝારા બુરખો પહેરી ચંડોલા તળાવ સિરાઝનગરના છાપરા પાસે આવેલા બંધ મકાન પાસે પહોચ્યા હતા. અને બંધ મકામાં તેઓ પ્રવેશ્યા ત્યારે તેમને અગાઉથી મળેલી બાતમી સાચી હોવાનુ પુરવાર થયુ હતું. બહારથી બંધ રહેતા એવા આ મકાનમાં જુગારધામ ચાલતુ હતુ. કોઈન અને પત્તાની રમતો દ્વારા અહી જુગાર રમાતો હતો. જુગારધામમાં પહોચેલ બુરખાધારી એસીપીનો ઓર્ડર થતા જ એફ ડીવીઝીન અને રામોલ પોલીસની ટીમ પણ ત્યા પહોચી અને જુગારધામ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપીઓ પાસેથી 86 હજાર રોકડ, 25 મોબાઈલ ફોન, કોઈનનો જથ્થો વિગેરે મળી કુલ 1 લાખ 14 હજાર 500 રુપીયાનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે.
First published: April 3, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर