'પપ્પા, મમ્મી સાથે ફટાકડા લેવા જઈએ', દીકરીના શબ્દો લાગી આવ્યા, ભાવુક બની કર્યું ફાયરિંગ

પત્ની એક વર્ષ પહેલા ફરિયાદી ડોક્ટરની હોસ્પીટલ કુંવરબા જનરલ હોસ્પીટલમાં ડિલિવરી દરમ્યાન દાખલ થઈ હતી, પરંતુ ડિલિવરી બાદ તે મરી ગઈ હતી

News18 Gujarati
Updated: October 22, 2019, 10:54 PM IST
'પપ્પા, મમ્મી સાથે ફટાકડા લેવા જઈએ', દીકરીના શબ્દો લાગી આવ્યા, ભાવુક બની કર્યું ફાયરિંગ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 22, 2019, 10:54 PM IST
નવીન ઝા, અમદાવાદ: ઓઠવ વિસ્તારમાં ડોકટર વિપુલ પ્રજાપતિ પર ફાયરિંગ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. દિકરીને દિવાળીમાં મમ્મીની યાદ આવતા બદલો લેવા આરોપીએ ડોક્ટર પર ફાયરિંગ કર્યા હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

આરોપી વિપુલ વ્યાસે ડોકટર પર ફાયરિંગ માત્ર બદલા માટે કર્યુ હોવાનુ સામે આવ્યુ છે. આરોપીની પત્ની એક વર્ષ પહેલા ફરિયાદી ડોક્ટરની હોસ્પીટલ કુંવરબા જનરલ હોસ્પીટલમાં ડિલિવરી દરમ્યાન દાખલ થઈ હતી, પરંતુ ડિલિવરી બાદ તે મરી ગઈ હતી. આરોપીએ જેતે સમયે 6.50 લાખ રુપિયા પણ હોસ્પીટલને ચુકવ્યા હતા, પરંતુ તે બચી શકી ન હતી. આરોપીએ જે તે સમયે ડોક્ટર પર પત્નીના મોતમાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આરોપીની પુત્રીએ દિવાળીમાં મમ્મી સાથે ફટાકડા લેવા જઈએ તેમ જણાવતા વિપુલ પોતાની પત્ની યાદ આવી ગઈ અને લાગી આવ્યુ જેના કારણે તેને ડોકટર ઉપર હુમલો કરવાનું વિચારી લીધુ અને ફાયરિંગ કરી ફરાર થઈ ગયો હતો પરંતુ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરી લીધી છે.

નાયબ પોલીસ કમિશનર ઝોન-5 રવિ તેજા વાસમશેટ્ટીનું કહેવુ છે કે, અમે ડોકટરની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, એક વર્ષ પહેલા હોસ્પીટલમાં એક માથાકુટ થઈ હતી જેથી અમે તપાસ કરતા વિપુલ વ્યાસ આરોપી નિકળ્યો. ત્યાર બાદ અમે ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેની પાસેથી હથિયાર અને કારતુસ પણ કબ્જે કરી લીધુ છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપી આ હથિયાર મધ્ય પ્રદેશથી લઈને આવ્યો હતો અને તેના માટે તેને રુપિયા 19000 હજાર ચુકવ્યા હતા.

પોલીસનુ કહેવુ છે કે, આરોપી સામે અગાઉ ચારથી વધુ ગુનાઓ પણ દાખલ થયેલા છે. જેમાં એક ગુનો પાંચ વર્ષ પહેલા આનંદનગરમાં હત્યાનો પણ છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, ખરેખર પત્નીના મોતનો બદલો લેવા આ હુમલો થયો છે કે પછી અન્ય કોઈ કારણ છે.
First published: October 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...