Home /News /ahmedabad /અમદાવાદમાં એટીએમ દ્વારા લોકોના પૈસા ચાઉ કરતો આરોપી ઝડપાયો, જાણો પૂરી હકીકત

અમદાવાદમાં એટીએમ દ્વારા લોકોના પૈસા ચાઉ કરતો આરોપી ઝડપાયો, જાણો પૂરી હકીકત

પૈસા ચાઉ કરતો આરોપી ઝડપાયો

Ahmedabad crime news: એટીએમ સેન્ટરમાં જઇને યેન કેન પ્રકારે એટીએમ કાર્ડ મેળવીને પીન નંબર નાંખીને રૂપીયા ઉપાડી લેતા એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમએ ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 81 એટીએમ કાર્ડ પણ કબ્જે કર્યાં છે. જે કાર્ડની મદદથી તેણે અલગ અલગ રકમો પણ ઉપાડી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેર યુનિયન બેંકના એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે ગયેલ વ્યક્તિ કાર્ડ ભુલી જતાં કોઇ અજાણ્યા વ્યક્તિએ તેનું કાર્ડ મેળવીને 9,9600 રૂપિયા ઉપાડી લીધા હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે એટીએમના સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. તપાસના આધારે મૂળ બેંગ્લોરના અને હાલ અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા અમીતકુમાર જૈન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પાસેથી 81 એટીએમ કાર્ડ કબ્જે કરાયા


આરોપીની પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું છે કે, આરોપી એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા માટે ગયેલા વ્યક્તિની પાછળ જતો હતો અને જ્યારે આ વ્યક્તિ રૂપિયા ઉપડવા માટેની પ્રોસેસ કરે ત્યારે તે પીન નંબર જોઇ લેતો હતો. બાદમાં મદદ કરવાના બહાને અથવા તો કોઇ વ્યક્તિ કાર્ડ ભુલી જાય કે પછી યેન કેન પ્રકારને આ વ્યક્તિનું કાર્ડ મેળવીને તેમની જાણ બહાર રૂપિયા ઉપાડી લેતો હતો. આરોપી પાસેથી પોલીસે અલગ અલગ બેંકોના 81 એટીએમ કાર્ડ પણ કબ્જે કર્યાં છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના હનુવંતિયા ટાપુ પર વોટર સ્પોર્ટ્સનું આયોજન

પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી


જો કોઈ કાર્ડમાં પીન નંબર ન જાણતો હોય તો અલગ અલગ પીન નંબર પણ નાંખી પૈસા ઉપાડી લેતો હતો. જોકે આ બાબતે આરોપી પૂછપરછમાં કરવામાં આવતા ચોંકાવનારી બાબતો સામે આવી છે. આરોપીએ એન્જીનીયર સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ હાલમાં તે જ્વેલર્સમાં નોકરી રહ્યો છે. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કેટલા ગુના આચર્યા છે. અને સાથે સાથે કેટલા પૈસાયા ઉપાડ્યા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

એટીએમ કાર્ડ વાપરતા ખાસ ધ્યાન રાખો


જો તમે પોતાની સાથે એટીએમ કાર્ડ રાખો છો, તો તમારે સાવધાનીથી પોતાની કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. જ્યા સુધી મતે પૈસા ઉપાડવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યા સુધી પોતાની સાથે કોઈ અજાણ્યા વ્યક્તિને સાથે રાખવો જોઈએ નહી. જો આવી કોઈ ઘટના બને છે તો, તમારે સત્વરે ક્રાઈમ બ્રાંચને જાણ કરવી જોઈએ.
Published by:Vimal Prajapati
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, ATM FRAUD, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन