Home /News /ahmedabad /Ahmedabad News: અમરાઇવાડીમાં દીકરી સાથે લગ્ન ન કરાવ્યાં તો આરોપીએ મારી નાંખવાની ધમકી આપી

Ahmedabad News: અમરાઇવાડીમાં દીકરી સાથે લગ્ન ન કરાવ્યાં તો આરોપીએ મારી નાંખવાની ધમકી આપી

અમદાવાદ સાયબર ક્રાઇમ - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદ પોલીસને વધુ એક સાયબર ક્રાઇમની ફરિયાદ મળી છે. જેમાં એક યુવકે તેની દીકરી સાથે લગ્ન ન કરાવી આપ્યા તો જાનથી મારી નાંખવાની ધમકી આપી છે.

અમદાવાદઃ ટેક્નોલોજીમાં દિવસેને દિવસે પ્રગતિ જોવા મળે છે. ત્યારે સોશિયલ મીડિયા હવે લોકોની પ્રાથમિક જરૂરિયાત જેવું બની ગયું છે. તો બીજી તરફ, કેટલાક લોકો સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવા માટે કે રૂપિયા કમાવવા માટે અવનવાં ગતકડા કરતા હોય છે અને વિચાર્યા વગર જ કંઈપણ કરી બેસતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસને વધુ એક સાયબર ક્રાઇમની ફરિયાદ મળી છે.

ફરિયાદીની દીકરીને પ્રેમ કરતો હોવાનો મેસેજ કર્યો


અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે, તેના પતિ છેલ્લા પાંચ વર્ષથી સોશિયલ મીડિયા વાપરે છે. તેમાં એક એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવીને અલગ અલગ એક્ટિંગ સાથેના વીડિયો અપલોડ કરે છે. તો ક્યારેક તેમાં પરિવાર સાથેના વીડિયો પણ મૂકતા હોય છે. ત્યારે ફેબ્રુઆરીમાં કોઈ અજાણ્યા યુવકે તેની દીકરીને પ્રેમ કરતા હોવાનો મેસેજ કર્યો હતો. જો કે, આ મામલે તે યુવકની પૂછપરછ કરતા તેણે ગાળાગાળી કરી હતી. જેથી તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. પરંતુ આરોપીએ અલગ અલગ એકાઉન્ટ બનાવીને ફરિયાદીને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેણે ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવી આપવા તેમજ બિભત્સ ગાળો લખીને સમાજમાં બદનામી થાય તેવા મેસેજ પણ કર્યા હતાં.

હાથ પગ તોડી નાંખી મારી નાંખવાની ધમકી આપી


આરોપી યુવક તામિલ ભાષામાં મેસેજ લખતો હોવાથી તે ફરિયાદીના વતનની આસપાસના વિસ્તારમાં જ રહેતો હોવાની આશંકા ગઇ હતી. જેથી ફરિયાદીના પતિએ તપાસ કરાવતા આરોપી યુવક તેમના જ વતનમાં ઘરની નજીકમાં રહેતો હતો. જેની સાથે તેઓને જમીનની બાબતમાં મનદુઃખ ચાલી રહ્યું હતું. ફરિયાદીના પતિએ આ યુવકને ફોન કરીને તેઓ પોલીસ ફરિયાદ કરશે તેમ કહેતા જ યુવકએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જો ગામડે ગયા તો હાથ પગ તોડી નાંખવાની ધમકી હતી. જે અંગેની જાણ તેમણે પોલીસને કરતાં પોલીસએ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad cyber crime, Ahmedabad police, Latest Ahmedabad Crime news

विज्ञापन