અમદાવાદ: શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં (KrushnaNagar police station) દાખલ થયેલા દુષ્કર્મ કેસમાં (Rape case) પી આઇ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી પ્રમાણે આજે સવારમાં પીઆઈ રાઠોડ સનિલ ભંડેરીમાં (sunil bhanderi) ઘરે પહોંચ્યા હતા. અને આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાની વાત કરી હતી. તે બાબતને લઈને પીઆઈને સનિલની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. જેથી સનિલની પત્નીએ પોતાના પર કેરોસીન છાંટતા જ પી આઇ (PI) ત્યાંથી નીકળી ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે સનિલ ભંડેરી એ પી આઇ એ લાખ્ખો રૂપિયા લીધા હોવાની અરજી પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરી હતી. જેની તપાસ એ સી પી કરી રહ્યા છે. જે મામલે પણ એ સી પી એ સનિલના પરિવારજનોના નિવેદન નોંધી ને અલગ અલગ પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માં દાખલ થયેલ દુષ્કર્મ ની ફરિયાદ મામલે પોલીસ એ આરોપી સનિલ ભંડેરી ની ધરપકડ કરી હતી. અને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જો કે રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
" isDesktop="true" id="1019254" >
ત્યાંથી તે પોલીસ નો નજર ચૂકવી નીકળી ગયો હતો. અને સિમ્સ હોસ્પિટલ માંથી મળી આવ્યો હતો. જો કે ત્યારબાદ તે ઘરે રહીને જ હાલમાં કોરોનાની સારવાર લઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનામાં એક સવાલ એ પણ ઉભો થઇ રહ્યો છે કે આરોપીના ઘરે પોલીસ જાપ્તો હોવા છતાં પી આઇ તેના ઘરે શા માટે પહોંચ્યા હતાં.