અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી કોર્ટમાંથી લૂંટનો આરોપી રફૂચક્કર

અમદાવાદની મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ માંથી લૂંટનો આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને  ફરાર થઈ જતા શાહપુર પોલીસએ તપાસ શરુ કરી

News18 Gujarati
Updated: September 12, 2019, 11:29 PM IST
અમદાવાદ: પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી કોર્ટમાંથી લૂંટનો આરોપી રફૂચક્કર
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: September 12, 2019, 11:29 PM IST
ઘણી વાર સાંભળવામાં આવે છે કે, આરોપી કોર્ટમાંથી કે હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ જઈ ગયો. આવી જ વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જેમાં મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાંથી એક લૂંટનો આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારી ફરાર તઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ માંથી લૂંટનો આરોપી પોલીસ કોન્સ્ટેબલને ધક્કો મારીને  ફરાર થઈ જતા શાહપુર પોલીસએ તપાસ શરુ કરી હતી. આરોપી  અજય રમેશ ઠાકોરને કડી પોલીસ સ્ટેશનથી અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્યો કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી પુરી થતા આરોપીને લઈને કોન્સ્ટેબલ મિર્ઝાપુર કોર્ટમાંથી બહાર લાવી રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ પગથીયા પર ધક્કો માર્યો હતો અને તેના કારણે પોલીસ કર્મી પડી જતા ફરાર થઈ ગયો હતો.

આરોપી અજય ઠાકોર પર લુંટ અને ચોરીના 40 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. આ અંગે કડીના પોલીસ કર્મીએ શાહપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. શાહપુર પોલીસએ આરોપી અજય ઠાકોરની શોધ ખોળ ચાલુ કરી છે.

કંન્ટ્રોલમાં પણ મેસેજ પાસ કરી દેવાયો છે કે, આ આરોપી જલદી થી જલદી પકડાઈ જાય. જો કે આ અંગે શાહપુર પોલીસ ઈન્સપેક્ટર આર. કે. અમીનનો વધુ માહિતી માટે સંપર્ક કરતા આર.કે.અમીનએ કશુ જ કહેવાનો ઈન્કાર કર્યો હતો.
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...