Home /News /ahmedabad /Ahmedabad Crime: સરદારનગરમાં ફાયરિંગ કેસમાં આરોપીઓ ઝડપાયા, કારણ જાણી નવાઈ લાગશે

Ahmedabad Crime: સરદારનગરમાં ફાયરિંગ કેસમાં આરોપીઓ ઝડપાયા, કારણ જાણી નવાઈ લાગશે

શહેરના સરદાર નગર વિસ્તારમાં 4 દિવસમાં 2 ગંભીર બનાવો બન્યા હતા.

Ahmedabad Firing: બળાત્કાર, પોક્સો અને ફાયરિંગના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીનો એક બીજા સાથે કોઈ સંપર્ક જ નથી. પરંતુ દેસાઈ સમાજના લોકોએ ચા નાસ્તો કરવા આવેલા ભરવાડના બે યુવકોને જેમ તેમ બોલતા એક કલાક બાદ ફાયરિંગ કર્યુ હતુ.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરના સરદાર નગર વિસ્તારમાં 4 દિવસમાં 2 ગંભીર બનાવો બન્યા હતા. જેમાં સગીરાનુ અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં કેસ પાછો ખેંચવા માટે ધમકી આપી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. જે ગુનામાં પોલીસે કુલ 3 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં સગીરા સાથે બળાત્કાર ગુજારનાર અને ફાયરિંગ કરનાર બે આરોપી ઝડપાયા છે.

સરદાર નગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ 3 આરોપીના નામ રાકેશ ભરવાડ, ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડ છે. આ 3 આરોપીમાંથી રાકેશ ભરવાડે દેસાઈ સમાજની સગીરાનુ અપહરણ કરી તેને મધ્યપ્રદેશ લઈ ગયો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતું. જે અંગે 13 તારીખે સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બળાત્કાર અને પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં મંદિરની બહાર એમડી ડ્રગ્સનું વેચાણ કરતો ડ્રગ પેડલર ઝડપાયો

પોલીસે આ મામલે પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ કાર્યવાહી ચાલુ હતી. તેવામાં 15 તારીખે રાતે નોબલ ત્રણ રસ્તા પાસે મહાકાળી હોટલ નજીક 4 રાઉન્ડ ફાયરિંંગ કરવામાં આવ્યા હતા. જેમાં હકિકત તેવી સામે આવી કે પોક્સોના કેસમાં સમાધાન કરી લેવા ધમકી આપી ગોપાલ ભરવાડ અને ભરત ભરવાડે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જેથી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગુનામાં વપરાયેલી પિસ્ટલ અને નંબર પ્લેટ વિનાની કાર કબ્જે કરી હતી, જોકે હથિયાર ગેરકાયદેસર હોવાનુ સામે આવતા હથિયાર કયાંથી લાવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો- રાજ્યમાં 22 IPSની બઢતી સાથે બદલી

બળાત્કાર, પોક્સો અને ફાયરિંગના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે આરોપીનો એક બીજા સાથે કોઈ સંપર્ક જ નથી. પરંતુ દેસાઈ સમાજના લોકોએ ચા નાસ્તો કરવા આવેલા ભરવાડના બે યુવકોને જેમ તેમ બોલતા એક કલાક બાદ ફાયરિંગ કર્યુ હતુ. સાથે જ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી અગાઉ પણ મારામારી અને અપહરણ જેવા ગુનાને અંજામ આપી ચુક્યો છે. ત્યારે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन