Home /News /ahmedabad /અમદાવાદમાં વધુ એક ગોઝારો અકસ્માત, 10 મહિનામાં કેટલા અકસ્માત થયા જાણીને ફાટી જશે આંખો

અમદાવાદમાં વધુ એક ગોઝારો અકસ્માત, 10 મહિનામાં કેટલા અકસ્માત થયા જાણીને ફાટી જશે આંખો

અમદાવાદમાં 10 મહિનામાં સૌથી વધુ અકસ્માત નોંધાયા.

2021 કરતા 2022માં અકસ્માતના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધુ અકસ્માતના કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષ 2021માં 17,865 રોડ ટ્રાફિક અકસ્માતના કેસો નોંધાયા હતા.

અમદાવાદ : શહેરના બોપલ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેનો વીડિયો રુંઆટા ઉભા કરી દે તેવો છે. રાતના અંધારામાં અચાનક જ રસ્તા પરથી પૂરપાટ ઝડપે દોડી આવતા ડમ્પરની ટક્કરે ટુ વ્હીલરને ફંગોળી દીધુ છે. આ અકસ્માતનો વીડિયો રૂંવાડા ઉભા કરી દે તેવો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર સર્જાયા અકસ્માતે ફરી એક વખત બેલગામ ટ્રકચાલકો સામે સવાલ ઉભા કર્યા છે. મોતના ડમ્પરની જેમ પૂરપાટ ઝડપે દોડી આવતાં ડમ્પરે ટુ વ્હીલરને ફંગળ્યું હતુ. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા ફરિયાદ લઈને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં સૌથી વધુ અકસ્માત


ગુજરાત રાજયમાં 2021 અને ચાલુ વર્ષમાં ક્યાં કેટલા અકસ્માતો થયા છે તેનો આંકડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં અમદાવાદમાં સૌથી વધુ અકસ્માતના કેસો આવી રહ્યા છે. અમદાવાદમાં વર્ષ 2021માં 17,865 રોડ ટ્રાફિક અકસ્માતના કેસો નોંધાયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 15,984 કેસો સામે આવ્યા છે. ત્યારે સુરતમાં 2021માં 11,966 અને ચાલુ વર્ષે 10532 કેસો, રાજકોટમાં 2021માં 6693 અને ચાલુ વર્ષે 5666 કેસો સામે આવ્યા વડોદરામાં 2021માં 8215 કેસો હતા. ત્યારે ચાલુ વર્ષે 6859 કેસો આવ્યા છે.

આ પણ વાંચો: બોપલમાં માતેલા સાંઢની જેમ દોડતું 'મોતનું ડમ્પર' કેમેરામાં કેદ

જિલ્લાઓમાં ક્યાં કેટલા અકસ્માત?


અન્ય જીલ્લાઓની વાત કરીએ તો, ગયા વર્ષે 2572 અને ચાલુ વર્ષે 2069 કેસો, આણંદમાં ગયા વર્ષે 3463 અને ચાલુ વર્ષે 2627 કેસો, અરવલ્લીમાં ગયા વર્ષે 1990 અને ચાલુ વર્ષે 1656 કેસો સામે આવ્યા. બનાસકાંઠામાં ગયા વર્ષે 4346 અને ચાલુ વર્ષે 3379 કેસો રોડ અકસ્માતના કેસો આવ્યા. ભરૂચમાં ગયા વર્ષે 3204 તો ચાલુ વર્ષે 2708 કેસો આવ્યા, ભાવનગરમાં 4381 અને આ વર્ષે 3473 કેસો, બોટાદમાં ગયા વર્ષે 1035 અને ચાલુ વર્ષે 942, છોટાઉદેપુરમાં ગયા વર્ષે 2210 અને ચાલુ વર્ષે 1973 કેસો, દાહોદમાં ગયા વર્ષે 3944 અને ચાલુ વર્ષે 3337 કેસો, દ્વારકામાં ગયા વર્ષે 911 અને ચાલુ વર્ષે 807 કેસો, ગાંધીનગરમાં ગયા વર્ષે 4126 અને ચાલુ વર્ષમાં 3812 કેસો સામે આવ્યા છે.

ગીર સોમનાથમાં ગયા વર્ષે 1588 અને ચાલુ વર્ષે 1331, જામનગરમાં ગયા વર્ષે 2630 અને ચાલુ વર્ષે 2220, જૂનાગઢમાં ગયા વર્ષે 2501 અને ચાલુ વર્ષે 2043, ખેડામાં ગયા વર્ષે 3364 અને ચાલુ વર્ષે 3130, કચ્છમાં ગયા વર્ષે 3794 અને ચાલુ વર્ષે 2723, મેહસાણામાં ગયા વર્ષે 3694 અને ચાલુ વર્ષે 2925, મહીસાગરમાં ગયા વર્ષે 1712 અને ચાલુ વર્ષે 1450, મોરબીમાં ગયા વર્ષે 1936 અને ચાલુ વર્ષે 1579, નર્મદામાં ગયા વર્ષે 1571 અને ચાલુ વર્ષે 1323, નવસારીમાં ગયા વર્ષે 2829 અને ચાલુ વર્ષે 2402, પંચમહાલમાં ગયા વર્ષે 3940 અને ચાલુ વર્ષે 3102, પાટણમાં ગયા વર્ષે 1960 અને ચાલુ વર્ષે 1412, પોરબંદરમાં ગયા વર્ષે 1033 અને ચાલુ વર્ષે 894, સાબરકાંઠામાં ગયા વર્ષે 2729 અને ચાલુ વર્ષે 2395, સુરેન્દ્રનગરમાં ગયા વર્ષે 2586 અને ચાલુ વર્ષે 2206 ટ્રાફિક અકસ્માતના કેસો સામે આવ્યા છે.

આ પણ વાંચો: વડોદરા: સગીરાની છેડતી કરનારને ફટકારાઇ પાંચ વર્ષની કેદ



ત્યારે તાપીમાં ગયા વર્ષે 2098 અને ચાલુ વર્ષે 1765 કેસો નોંધાયા છે, ડાંગમાં ગયા વર્ષે 582 અને ચાલુ વર્ષે 588 કેસો, વલસાડમાં ગયા વર્ષે 4245 અને ચાલુ વર્ષે 3607 કેસો નોંધાયા છે. આ તમામ અકસ્માતના આંકડા અને માહિતી 108 ઇમરજન્સી દ્વારા આપવામાં આવી છે.  108 ઇમરજ્ન્સી સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन