Home /News /ahmedabad /

અમદાવાદમાં સરસ્વતીના ધામમાં શરમજનક ઘટના: સાલ કૉલેજમાં એવું તો શું થયું કે થઈ ગયો વિવાદ?

અમદાવાદમાં સરસ્વતીના ધામમાં શરમજનક ઘટના: સાલ કૉલેજમાં એવું તો શું થયું કે થઈ ગયો વિવાદ?

પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગે લાગવાની ફરજ પાડવામાં આવી.

SAL કૉલેજમાં ગુરૂ અને શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે આવી. અમદાવાદની સાલ કોલેજમા ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લી દાદાગીરીનો વીડિઓ વાયરલ થયો છે.

અમદાવાદ: શહેરની સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ (SAL college) વિવાદમાં સપડાઈ છે. વિધાર્થીઓની ગેરહાજરીને લઈ પ્રિન્સિપાલે કડક વલણ આપનાવતા વિધાર્થીઓએ ABVPના વિદ્યાર્થી નેતાઓ સાથે રાખી હલ્લો મચાવ્યો હતો. એટલું જ નહીં, હદ તો ત્યારે થઈ કે પ્રિન્સિપાલે વિધાર્થીઓના પગે લાગવું પડ્યું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral Video) થયો છે. GLS બાદ સાલ કોલેજમાં પણ ABVPના નેતાઓની દાદાગીરી સામે આવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે ABVPના અક્ષત જયસ્વાલ (Akshat Jaiswal)ને સસ્પેન્ડ કરાયો છે.

મળતી માહિતી પ્રમાણે SAL કૉલેજમાં ગુરૂ અને શિષ્યના સંબધોને લાંછન લગાડતી ઘટના સામે આવી. અમદાવાદની સાલ કોલેજમા ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લી દાદાગીરીનો વીડિઓ વાયરલ થયો છે. જેમાં કોલેજના આચાર્ય, સેક્શન ઓફિસર અને ફેકલ્ટી મેમ્બર સાથે ગેરવર્તન કરી પ્રિન્સિપાલને વિદ્યાર્થિનીના પગે પડાવ્યા હતા. એટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો વાયરલ થતા સમગ્ર વિવાદ સામે આવ્યો છે.



આ અંગે સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝના પ્રિન્સિપાલ ડૉ. મોનિકા સ્વામી જણાવે છે કે, ઇન્સ્ટિટ્યૂટમાં જે વિધાર્થીઓની હાજરીમાં ટકાવારી ઓછી હતી તેમને બોલાવ્યા હતા. તેમના વાલીઓને પણ સાથે બોલાવ્યા હતા. પરંતુ વિધાર્થીઓ ABVPના નેતાઓને લઈને સાથે આવ્યા હતા. તેઓએ શરૂઆતમાં હલ્લો મચાવ્યો હતો. જેમાં એક પ્રોફેસરે વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલની ગરીમા જાળવવા અને પગે લાગવું જોઈએ તેવું જણાવ્યું હતું. પરંતુ આ મામલે હલ્લો થતા પ્રિન્સિપાલ અને પ્રોફેસરે માફી માંગવી પડી. આ પ્રકારે વીડિયો વાયરલ કરવું યોગ્ય નથી.



સાલ કૉલેજનું મેનેજમેન્ટ જે પ્રકારે નક્કી કરશે તે રીતે પગલાં લેવામાં આવશે. બીજી તરફ વિધાર્થીઓએ સાલ કોલેજમાં ફેકલ્ટી અને પ્રોફેસરના વર્તન પર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટના બાદ ABVP દ્વારા વિધાર્થી નેતા અક્ષત જયસ્વાલ સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવ્યા છે અને તેને ABVPની જવાબદારીમાંથી મુક્ત કરાયો છે. મહત્ત્વનું છે કે ABVPના વિધાર્થી નેતાઓ અગાઉ GLS માં પણ પોતાની દાદાગીરીને લઈ વિવાદમાં આવ્યા હતા. હવે SAL કોલેજમાં પણ દાદાગીરી કરતો અને પ્રિન્સિપાલને પગે લગાડતો વીડિયો વાયરલ કરવાની ઘટનામાં પણ ABVP વિવાદમાં સપડાયું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ABVP, અમદાવાદ, કોલેજ, છાત્ર

આગામી સમાચાર