ઇવીએમ મામલે કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપના 20 ટકા મત ભાજપમાં ગયા

H
Updated: January 1, 1970, 5:30 AM IST
ઇવીએમ મામલે કેજરીવાલે ઉઠાવ્યા સવાલ, કહ્યું- આપના 20 ટકા મત ભાજપમાં ગયા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબ ચૂંટણીના પરિણામો સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, ઇવીએમ મશીનમાં ગરબડી થાય છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે બુથમાં આપ સમર્થકોના મત ક્યાં ગયા એ જ ખબર પડતી નથી. તેમણે કહ્યું કે, કંઇક ગરબડ થઇ છે અને એટલે જ ભાજપ અને અકાળી દળને 30 ટકા મત મળ્યા છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
નવી દિલ્હી #દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબ ચૂંટણીના પરિણામો સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, ઇવીએમ મશીનમાં ગરબડી થાય છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે બુથમાં આપ સમર્થકોના મત ક્યાં ગયા એ જ ખબર પડતી નથી. તેમણે કહ્યું કે, કંઇક ગરબડ થઇ છે અને એટલે જ ભાજપ અને અકાળી દળને 30 ટકા મત મળ્યા છે. અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ઇવીએમ મામલે આ મુદ્દા ઉઠાવ્યા #જેમણે ઇવીએમમાં છેડછાડ કરી છે એ બતાવે કે આવું દિલ્હી અને બિહારમાં કેમ ન થયું? #લાલ કૃષ્ણ અડવાણીએ પણ કહ્યું હતું કે ઇવીએમમાં ચેડા થવા સંભવ છે. #વિકસિત દેશોએ ઇવીએમનો ત્યાગ કર્યો છે, શું આપણે એ અંગે વિચારવું ન જોઇએ. #સુપ્રીમ કોર્ટે પણ ઇવીએમ વિરૂધ્ધ કહ્યું છે કે, મતદાનની આ શ્રેષ્ઠ પધ્ધતિ નથી. #ચૂંટણી પંચે વોટર વેરિફાઇડ પેપર ઓડિટ ટ્રાયલની સ્લિપ ગણવી જોઇએ અને એને ઇવીએમથી મેળવવી જોઇએ. આનાથી લોકોનો ભરોસો ઇવીએમ પર વધશે. #ગોવા અને પંજાબની ચૂંટણીને રદ ન કરી શકાય પરંતુ ભવિષ્યમાં ઇવીએમ હટાવવા જરૂરી છે. #પંજાબમાં આપના 20-25 ટકા મત અકાળી અને ભાજપને મળી ગયા છે #આ ચૂંટણી પંચની જવાબદારી છે કે તે ઇવીએમમાં લોકોનો ભરોસો કાયમ રાખે.
First published: March 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर