Home /News /ahmedabad /

અરવિંદ કેજરીવાલનો દાવો- વિધાનસભા ચૂંટણી પહેલા AAP હશે ગુજરાતમાં સૌથી મોટું સંગઠન

અરવિંદ કેજરીવાલનો દાવો- વિધાનસભા ચૂંટણી પહેલા AAP હશે ગુજરાતમાં સૌથી મોટું સંગઠન

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, એક મહિનામાં અમારા કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી પહોંચી જશે અને એક મહિનાની અંદર અમારા કાર્યકર્તાઓ ભાજપના સંગઠન કરતા પણ મોટું સંગઠન ઉભું કરી નાંખશે.

    ગુજરાતમાં આમ આદમી (AAP Gujarat) પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) લડી રહી છે. ત્યારે આપ ગુજરાત (AAP Gujarat)માં સંગઠનને વધુ મજબૂત કરવા પ્રયત્નો કરી રહ્યું છે. દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે અમદાવાદ (Arvind Kejriwal in Ahmedabad)ના નરોડા ખાતે કેજરીવાલે ગુજરાતમાં આવી ભાજપ (Gujarat BJP) પર પ્રહાર કર્યા હતા.

    ગુજરાતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. ત્યારે વધુમાં વધુ સંગઠન મજબૂત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં 7500 જેટલા કાર્યકર્તા અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં શપથ વિધિ કરવામાં આવી છ. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારનું શાસન છે. ગત વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ જનતાએ વોટ આપ્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતાએ ભાજપમાં જોડાયા જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અભિમાન જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ટૂંક સમયમાં મોટું સંગઠન થયું છે. આજ ગુજરાતનો સામાન્ય માણસ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છે. રાજસ્થાનમાં બનેલી ઘટનાની પણ નિંદા કરતા જણાવ્યું હતું કે, આ ઘટના દેશની સુરક્ષા માટે જોખમી છે. આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ.

    આ પણ વાંચો- અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની ગર્જના, ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી

    દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આટલા ઓછા સમયમાં ગુજરાતમાં આટલી મોટી સંખ્યામાં સંગઠન બનવું કોઇ સામાન્ય વાત નથી અને આટલી મોટી સંખ્યામાં લોકો આપ પાર્ટી સાથે જોડાતા સ્પષ્ટ થાય છે કે, હવે ગુજરાતના સમાન્ય નાગરીકોથી લઇ મહિલાઓ આમ આદમી પાર્ટીનો સાથ માંગી રહ્યા છે. તેઓ ગુજરાતમાં બદલાવ ઇચ્છી રહ્યા છે. આ માટે આજે હું મારી પાર્ટીના 6988 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવીશ અને તે શપથ હશે દેશ સેવાની.

    આજની સભામાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટી પર વાર કરતા કહ્યું હતું કે, હવે ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી અને આગામી સમયમાં અમારા કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી પહોંચી જશે અને એક મહિનાની અંદર અમારા કાર્યકર્તાઓ ભાજપના સંગઠન કરતા પણ મોટું સંગઠન ઉભું કરી નાંખશે.

    આ પણ વાંચો- સુરતમાં કૂતરાનો આતંક, એક જ સોસાયટીમાં 20 લોકોને બચકા ભર્યા

    કોંગ્રેસ-ભાજપને લીધી આડે હાથ

    અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, અમારી પાસે પૈસા લઇને આવનારા કાર્યકર્તા નથી અમારા કાર્યકર્તા કોઇ પેઇડ કાર્યકરો નથી. બીજી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે આમ આદમી શરીફ લોકોની પાર્ટી છે. 57 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ગયા છે. જે લોકો ભાજપથી નારાજ છે તેઓના દરેક વોટ આમ આદમી પાર્ટીને મળવા જોઈએ. કોંગ્રેસ હવે ગુજરાતમાં ક્યાંય નથી. આગામી સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સૌથી મોટું સંગઠન બનીને ઉભરશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AAP Gujarat, Aarvind kejriwal, Ahmedabad news, Gujarat BJP, Gujarat Elections, Gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन