Home /News /ahmedabad /

Gujarat Politics: કોગ્રેસના વચનોથી સાવધાન રહેવુ, આવતીકાલે તેઓ ભાજપમાં બેઠા હશે: ઈશુદાન ગઢવી

Gujarat Politics: કોગ્રેસના વચનોથી સાવધાન રહેવુ, આવતીકાલે તેઓ ભાજપમાં બેઠા હશે: ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કોંગ્રેસ નેતાઓના નિવેદનો પર સવાલો ઉઠાવ્યા છે.

આપ નેતાએ કહ્યું કે, અમે મફત વીજળી આપવાની વાત કરી તો દિલ્હી અને પંજાબ માટે કરી બતાવ્યું છે. પંજાબમાં હજી સરકારને ચાર જ મહિના થયા છે છતાં પણ ત્યાં શક્ય થયું છે એટલે જો ગુજરાતમાં પણ સરકાર અમારી બનશે તો અહીં પણ વીજળી મફત મળવાની છે

કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે (Jagdish Thakor) 10 કલાક વીજળી આપવાનું અને ખેડૂતોના દેવા માફીનું નિવેદન આપતા ગુજરાતનું રાજકારણ (Gujarat Politics) ગરમાઇ ગયું છે. કોંગ્રેસ (Congress)ના સ્થાનિક નેતાઓ એવું વચન આપ્યું છે કે અમે 10 કલાક વીજળી (Free Electricity) પણ આપીશું અને ખેડૂતોના દેવા માફી પણ કરીશું પરંતુ આ જ વિષય પર આમ આદમી પાર્ટી (Gujarat AAP) ના નેતા ઈશુદાન ગઢવી (Ishudan Gadhavi) એ સવાલ ઉઠાવ્યો છે કે આખરે કોંગ્રેસ પર વિશ્વાસ કોણ કરશે? 27 વર્ષ સુધી ખેડૂતોએ કોંગ્રેસને તક આપી છે 27 વર્ષ સુધી કોંગ્રેસે શું કર્યું તે પણ બધાને ખબર છે. ખેડૂતો પાસેથી પાક વીમા કંપની કરોડો રૂપિયા ઉલેચી ને ભાજપના મળતિયા ત્યાં લઈ ગયા તે સમયે પણ  કોંગ્રેસ ચૂપ હતી. કોંગ્રેસના સ્થાનિક નેતાએ નિવેદન આપ્યું છે તો સવાલ એ થાય છે કે વાતની શું ગેરંટી કે આગામી સમયમાં આ નેતા ભાજપમાં નહીં હોય?

વધુમાં આપ નેતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું કે, સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે કોંગ્રેસની હાલ બે રાજ્યમાં સરકાર છે. એક રાજસ્થાન અને એક છત્તીસગઢ. જો ગુજરાતમાં વીજળી મફત આપવી હોય તો પછી સૌથી પહેલાં જે રાજ્યમાં સરકાર છે એ રાજ્યમાં સુવિધા આપવી જોઈએ. કોંગ્રેસે રાજસ્થાનમાં 10 કલાક વીજળી આપવી જોઈએ અને એ પણ અનકટ જ્યારે રાજસ્થાનમાં ખેડૂતોના દેવા પણ માફ થવા જોઈએ. ખેડૂતોને દેવા માફીની વાત તો કરી હતી પરંતુ હજુ સુધી દેવા માફી થયા નથી. રાજસ્થાન અને છત્તીસગઢના ખેડૂતો આજે પણ  દેવામાં ડૂબેલા છે.

આપના નેતા ઈશુદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો હતા. જેમાંથી હવે 64 જ રહ્યા છે. જે જતા રહ્યા એ બધા ધારાસભ્યો માત્ર નિવેદનો અને વચનો જ આપતા હતા. કોંગ્રેસના વચનો ઉપર ખેડૂતોએ ભ્રમિત થવાની જરૂર નથી અને થશે પણ નહીં તેવો મને વિશ્વાસ છે. ખેડૂતો મહિલાઓ ગરીબો બેરોજગાર મધ્યમ વર્ગ શોષિતો વંચિતો આ તમામ માટે આમ આદમી પાર્ટી વચન નહીં પરતુ ગેરેન્ટી આપી રહી છે. કોંગ્રેસને જો ખેડૂતો માટે આટલી લાગણી હોય તો હું સ્પષ્ટપણે માનુ છું કે, તઓ સૌથી પહેલા રાજસ્થાન અને છત્તીસગઢમાં ખેડૂતો માટે કંઈક કરી બતાવે અને તે રોલ મોડલ ગુજરાતમાં અપનાવવાની વાત કરો.

આ પણ વાંચો- ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, અશોક ગહેલોતને આપી મોટી જવાબદારી

વધુમાં આપ નેતાએ કહ્યું કે, અમે મફત વીજળી આપવાની વાત કરી તો દિલ્હી અને પંજાબ માટે કરી બતાવ્યું છે. પંજાબમાં હજી સરકારને ચાર જ મહિના થયા છે છતાં પણ ત્યાં શક્ય થયું છે એટલે જો ગુજરાતમાં પણ સરકાર અમારી બનશે તો અહીં પણ વીજળી મફત મળવાની છે તેને કોઈ શંકા નથી. કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે પ્રજા ચોક્કસથી કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરશે પરંતુ જો તમે કરી બતાવશો તો જ નહીંતર ભાજપની જેમ 15 લાખના વચનો કોંગ્રેસ આપે છે. એ સ્પષ્ટ છે.

આ પણ વાંચો- અમદાવાદના નામચીન કાંચા નામના વ્યાજખોરે વેપારીને પહેલા માળેથી નીચે ફેંકી દીધા

ભાજપના નેતાઓ જે બોલે છે એ જ કોંગ્રેસ બોલે છે એટલે સાચી રીતે ખેડૂતો સત્યને સાથ આપશે એવું હું માનું છું. ખેડૂતો એ કોઈ પણ વચનને કારણે  ભરમાવાની જરૂર નથી. આજે કોંગ્રેસના નેતાઓ મત માંગવા આવશે અને કાલે એ જ નેતાઓ ભાજપ પક્ષમાં જોવા મળશે ભાજપ અને કોંગ્રેસની મિલીભગત છે, કોંગ્રેસ ધારાસભ્યોને તૈયાર કરીને ભાજપમાં મોકલી રહ્યા છે. આમ આદમી પાર્ટી સાથે ખેડૂતો રહેવાના છે ખેડૂતો કોઈ ભ્રમિત થવાના નથી. ખેડૂતોનું જો કોઈ કામ કરી શકે તો એ આમ આદમી પાર્ટી છે. અત્યારે કોગ્રેસ વાળા મત માંગવા આવે છે પછી ભાજપમાં જતાં રહેશે. ગોવામાં પણ એવું જ થયું. બીજા રાજ્યોમાં પણ આવું જ થયું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Gujarat AAP, Gujarati news, Ishudan Gadhvi, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन