Home /News /ahmedabad /ચૂંટણી પરિણામ પહેલા આપના ઇસુદાન ગઢવીએ આપ્યો મોટો સંકેત!

ચૂંટણી પરિણામ પહેલા આપના ઇસુદાન ગઢવીએ આપ્યો મોટો સંકેત!

ચૂંટણી પરિણામ પહેલા આપના ઉસુદાન ગઢવીએ આપ્યો મોટો સંકેત

Isudan Gadhvi: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટીના સીએમ પદના ચહેરા ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટીના સીએમ પદના ચહેરા ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે એક મોટો સંકેત આપ્યો છે. ઇસુદાન ગઢવીએ ગઠબંધન અંગે સંકેત આપતાં જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઢબંધન એ પરિણામ પછીની વાત છે. આમ, ઇસુદાન ગઢવીએ ગઠબંધન અંગે ગોળ-ગોળ જવાબ આપી સંકેત આપ્યો હતો. ઇસુદાન ગઢવીએ કહ્યું કે, અમે જીતી રહ્યા છે. અમે સરકાર બનાવીશું. સાથે જ ગઠબંધન અંગે જણાવ્યું કે, 8 ડિસેમ્બરે પત્તું ખોલીશું.

    પહેલા-બીજા તબક્કામાં કેટલી સીટ મળશે?

    ઇસુદાન ગઢવીએ પરિણામ અંગે વાત કરતાં કહ્યું કે, અમારી માટે ગુમાવવાનું કંઇ હતું જ નહીં. અમારે તો અહીં મહેનત કરવાની જ હતી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલા તબક્કામાં 51 પ્લસ સીટોની ગણતરી છે. બીજા તબક્કામાં 30 જેટલી સીટો મળી રહી છે.


    આ પણ વાંચો: અહીં PMની સભાઓ, ભાજપ-કોંગ્રેસના દિગ્ગજો મતદારોને રિઝવવામાં રહ્યા નિષ્ફળ

    સીટો ઓછી આવે તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડશે?

    8 ડિસેમ્બરે પરિણામ પછી જ ખબર પડશે. અમને તો વિશ્વાસ છે કે આપ પાર્ટીની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બને છે. ગઠબંધન અંગે તેમણે જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઢબંધન પરિણામ પછીની વાત છે. 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઇ રહી છે. એનો અમનો ગર્વ છે.

    એક્ઝિટ પોલ અંગે...

    મતદાન ઓછું થયું છે તો ભાજપને 150 સીટ કેમ આવે? ભાજપને ગુજરાતમાં ક્યારેય 151 બેઠકો આવશે નહીં. ઓછું મતદાન એટલે કે, લોકો નિરાશ થયા હોય એટલે બહાર નીકળ્યા નથી. લોકો પરિવર્તન માટે બહાર નીકળ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, પ્રજાનો ચૂકાદો અમે સ્વીકારીશું.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AAP Party, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन