અમદાવાદ: ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ નવો વળાંક આપ્યો છે. ત્યારે આજે આપ પક્ષનાં પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલ્પેશ કથિરીયા અને ચૈતર વસાવાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આપ પાર્ટીનાં અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગુજરાતન આવતી ચૂ્ંટણીમાં ઐતિહાસિક રીકે જીતનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને મહારાષ્ટ્રના પ્રભારી બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોપાલ ઈટાલિયાને AAPના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
ચૂંટણીમાં ઇસુદા ગઢવી હારી ગયા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મોદી મેજિક સામે આવ્યો હતો. આ પરિણામોમાં ભાજપે 53 ટકા વોટ શેર સાથે ઐતિહાસિક 156 બેઠકો મેળવી છે. જે 60 વર્ષના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ છે. ભાજપે આ વખતે કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. આ સાથે આપ પાર્ટીને કારણે કોંગ્રેસને ઘણું નુકસાન થતું પણ દેખાયું છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી પણ ચૂંટણી હારી ગયા છે.
આપે ડેડિયાપાડા બેઠક પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યો હતો
નોંધનીય છે કે, ભાજપે જીતેલી 156 બેઠકોમાંથી 102 બેઠકો પર 50 ટકાથી વધુ વોટશેર મેળવ્યા છે. આ ઉપરાંત આપ પાર્ટીએ ડેડિયાપાડની બેઠક પર 50% થી વધુ વોટશેર મેળવ્યો છે.
આપનાં 5 ઉમેદવારોએ જીત મેળવી હતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોએ જીત મેળવી હતી. આપના ભૂપેન્દ્ર ભાયાણી વિસાવદરથી અને હેમંત ખવા જામ જોધપુરથી અને ડેડીયાપાડાથી ચૈત્ર વસાવા, ગારીયાધારથી સુધીર વાઘાણી અને બોટાદથી ઉમેશ મકવાણાની જીત થઇ છે.
જણાવી દઈએ કે, પોતાની પ્રથમ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 12.92 ટકા મત મેળવ્યા છે.