Home /News /ahmedabad /AAP Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર; દિનેશ કાપડિયાને દાણીલીમડાથી ટિકિટ

AAP Gujarat: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPના ઉમેદવારની ત્રીજી યાદી જાહેર; દિનેશ કાપડિયાને દાણીલીમડાથી ટિકિટ

આપના ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર થયું

AAP Gujarat Third Candidate List: ગુજરાત આમ આદમી પાર્ટીએ આ પહેલાં 29 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. આમ આદમી પાર્ટીએ હવે વધુ 10 બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં દાણીલીમડા બેઠક પરથી દિનેશ કાપડિયાને ટિકિટ આપવામાં આવી છે.

વધુ જુઓ ...
    અમદાવાદઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ વધુ નામ જાહેર કર્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.

    ત્રીજી યાદીના ઉમેદવારોનું લિસ્ટઃ


    ઉમેદવારબેઠક
    કૈલાશ ગઢવીમાંડવી (કચ્છ)
    દિનેશ કાપડિયાદાણીલીમડા
    ડો. રમેશ પટેલડીસા
    લાલેશ ઠક્કરપાટણ
    કલ્પેશ પટેલ ભોલાભાઈવેજલપુર
    વિજય ચાવડાસાવલી
    બિપિવ ગામેતીખેડબ્રહ્મા
    પ્રફુલ વસાવાનાંદોદ
    જીવન જુંગીપોરબંદર
    અરવિંદ ગામિતનિઝર



    આ પણ વાંચોઃ AAPને ત્રીજા વિકલ્પ તરીકે મજબૂત કરનાર ગોપાલ ઇટાલિયા કોણ છે?

    અગાઉ જાહેર કરેલા ઉમેદવારો


    બેઠકઉમેદવાર
    જામનગર ઉત્તરકરશન કરમૂળ
    માંગરોળ (જૂનાગઢ)પિયૂષભાઈ પરમાર
    ચોટીલારાજુભાઈ કરપડા
    ગોંડલનિમિષાબેન ખૂંટ
    ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
    વાંકાનેરવિક્રમ સોરાણી
    દેવગઢ બારિયાભરત વખાલા
    અસારવાજે જે મેવાડા
    ધોરાજીવિપુલ સખિયા
    રાજકોટ-70શિવલાલ બારસીયા
    રાજકોટ-71વશરામ સાગઠિયા
    દિયોદરભેમાભાઈ ચૌધરી
    સોમનાથજગમાલ વાળા
    છોટાઉદેપુરઅર્જુન રાઠવા
    બેચરાજીસાગર રબારી
    કામરેજ (સુરત)રામ ધડુક
    ગારીયાધારસુધીર વાઘાણી
    બારડોલીરાજેન્દ્ર સોલંકી
    નરોડાઓમપ્રકાશ તિવારી

    કેજરીવાલની ગુજરાતની જનતાને ગેરંટી:


    >> ગુજરાતમાં આમ આદમીની સરકાર બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી, 24 કલાક વીજળી તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરવાની જાહેરાત

    >> દરેક યુવકને રોજગારી. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું.

    >> 10 લાખ સરકારી નોકરી.

    >> સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટના સામે કાયદો.

    આ પણ વાંચોઃ AAP એ જાહેર કરી તેના ઉમેદવારોની યાદી

    મહિલાઓને દર મહીને રૂ.1000નું એલાઉન્સ આપવાની જાહેરાત


    10મી ઓગસ્ટના રોજ ગુજરાત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, આપ પાર્ટી સત્તા પર આવશે તો ગુજરાત રાજ્યની 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.1,000નું એલાઉન્સ આપવામાં આવશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: AAP Gujarat, Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन