Home /News /ahmedabad /Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે આપ પાર્ટીએ જાહેર કરી ચોથી યાદી, ગાંધીનગરમાંથી દોલત પટેલ

Gujarat Election: ગુજરાત ચૂંટણી માટે આપ પાર્ટીએ જાહેર કરી ચોથી યાદી, ગાંધીનગરમાંથી દોલત પટેલ

આમ આદમી પાર્ટી - ફાઇલ તસવીર

Gujarat AAP: આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આ પહેલા પાર્ટીએ ત્રણ લિસ્ટ જાહેર કરી દીધા છે.

    અમદાવાદ: ગુજરાત ચૂંટણી નજીક આવી છે ત્યારે રાજ્યમાં તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓ કરી રહી છે. આજે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું લીસ્ટ જાહેર કર્યુ છે. જે નીચે પ્રમાણે છે.

    નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ ઘણી જનસભાને સંબોધિત કરશે. તાજેતરમાં જ આપના સંયોજક તથા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે પાંજરાપોળ અને ગૌશાળા માટે સહાયની જાહેરાત કરી હતી તેમજ તેઓ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં સામેલ થયા હતા અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન એક કાર્યક્રમમાં સ્ટેજ પર ગરબે પણ ઘૂમ્યા હતા.
    ઉમેદવારબેઠક
    નીરમલસિંહ પરમારહિંમતનગર
    દોલત પટેલગાંધીનગર સાઉથ
    કુલદીપ વાઘેલાસાણંદ
    બિપીન પટેલવટવા
    ભરતભાઈ પટેલઅમરાઈવાડી
    રામજીભાઈ ચુડાસમાકેશોદ
    નટવરસિંહ રાઠોડઠાસરા
    તકતસિંગ સોલંકીશેહરા
    દિનેશ બારીયાકાલોલ (પંચમહાલ)
    શેલેશ કનુભાઈ ભાભોરગરબડા
    પંકજ તયડેલીબ
    પંકજ પટેલગણદેવી







    આ પહેલા ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ત્રણ યાદી જાહેર કરી દીધી છે.

    ત્રીજી યાદીના ઉમેદવારોનું લિસ્ટઃ


    ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ આ પહેલાં બે યાદીમાં 19 ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. હવે વધુ નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો ચૂંટણીને લઈને સારી રીતે તૈયારી કરી શકે તે માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારની યાદી પહેલા જ જાહેર કરવામાં આવી રહી છે.
    ઉમેદવારબેઠક
    કૈલાશ ગઢવીમાંડવી (કચ્છ)
    દિનેશ કાપડિયાદાણીલીમડા
    ડો. રમેશ પટેલડીસા
    લાલેશ ઠક્કરપાટણ
    કલ્પેશ પટેલ ભોલાભાઈવેજલપુર
    વિજય ચાવડાસાવલી
    બિપિવ ગામેતીખેડબ્રહ્મા
    પ્રફુલ વસાવાનાંદોદ
    જીવન જુંગીપોરબંદર
    અરવિંદ ગામિતનિઝર


    જાહેર કરેલા ઉમેદવારોની યાદી


    બેઠકઉમેદવાર
    જામનગર ઉત્તરકરશન કરમૂળ
    માંગરોળ (જૂનાગઢ)પિયૂષભાઈ પરમાર
    ચોટીલારાજુભાઈ કરપડા
    ગોંડલનિમિષાબેન ખૂંટ
    ચોર્યાસીપ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર
    વાંકાનેરવિક્રમ સોરાણી
    દેવગઢ બારિયાભરત વખાલા
    અસારવાજે જે મેવાડા
    ધોરાજીવિપુલ સખિયા
    રાજકોટ-70શિવલાલ બારસીયા
    રાજકોટ-71વશરામ સાગઠિયા
    દિયોદરભેમાભાઈ ચૌધરી
    સોમનાથજગમાલ વાળા
    છોટાઉદેપુરઅર્જુન રાઠવા
    બેચરાજીસાગર રબારી
    કામરેજ (સુરત)રામ ધડુક
    ગારીયાધારસુધીર વાઘાણી
    બારડોલીરાજેન્દ્ર સોલંકી
    નરોડાઓમપ્રકાશ તિવારી
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat AAP, Gujarat Elections, આપ

    विज्ञापन
    विज्ञापन