Home /News /ahmedabad /Gujarat Election 2022 : 'આપ'ની નવી ગેરંટી, 'અમારી સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન લાવીશું'

Gujarat Election 2022 : 'આપ'ની નવી ગેરંટી, 'અમારી સરકાર બનશે તો ભ્રષ્ટાચારમુક્ત અને ભયમુક્ત શાસન લાવીશું'

અરવિંદ કેજરીવાલ

Arvind Kejriwal in Ahmedabad: ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે.

    અમદાવાદ : અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતીઓને વધુ એક ગેરંટી આપી છે. તેમણે પોતાના સંબોધનમાં વધુ એક ગેરંટી આપતા જણાવ્યુ કે, 'ભ્રષ્ટ નેતાઓને જેલમાં પુરીશું, ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત બનાવીશું!'

    અરવિંદ કેજરીવાલે ગુજરાતને ગેરંટી આપતા જણાવ્યુ કે, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં આવશે. સરકારી કામ કરાવવા કોઇને લાંચ આપવાની જરૂર નહીં પડે. સરકારી કર્મચારી તમારા ઘરે આવશે અને ઘરબેઠા તમારું કામ કરી આપશે.

    તેમણે વધુમાં જણાવ્યુ કે, 'મેં અત્યાર સુધીમા ગુજરાતમાં અનેક ટાઉનહોલ કર્યા. જેમાં જુદા જુદા વર્ગો સાથે વાત કરી. જેમાં તેમણે બધાએ એક જ વસ્તુ જણાવી કે, ગુજરાતમાં ઘણો જ ભ્રષ્ટાચાર છે. તમારે કોઇપણ સરકારી કામ કરાવવું હોય તો તમારે રૂપિયા આપવા પડે.'



    તેમણે વધુમાં જણાવ્યુ કે, 'જો આવું ન કરો તો, એમની વિરુદ્ધમાં કંઇ બોલવામાં આવે તો તેઓ આપણને ડરાવી, ધમકાવી આપણને રેડની ધમકી આપે છે અને કહે છે કે, તમારો ધંધો બંધ કરાવી દઇશું. ચારોતરફ ભ્રષ્ટાચાર છે અને બધાને ડરાવી રહ્યા છે.'

    આ પણ વાંચો:   અમદાવાદમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ

    અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, 'જે નેતાઓ -મંત્રીઓના કાળા ધંધા ચાલે છે એ તમામ કાળા ધંધા બંધ કરી દઈશું. ઝેરી દારૂ બંધ કરવો પડશે. પેપર ફુટવાનો સિલસિલો બંધ થવો જોઈએ. આ બધા મામલા અમે ખોલીશું ફરી બધાને પકડી પકડી જેલમાં મોકલીશું. જ્યારે આવુ ત્યારે કોઈ ગોટાળાની વાત કરે છે. આ બધા પૈસા જનતાને પરત કરીશું. બે મહિના બાકી છે, ભાજપ જઈ રહી છે આમ આદમી પાર્ટી આવી રહી છે. દિલ્હી પંજાબમાં હું રિક્ષામાં ફર્યો છું મને કોઈ અધિકારીએ નથી રોક્યો પણ માત્ર જનતા વચ્ચે જતા રોક્યો રિક્ષામાં જતા નથી રોક્યો.


    અરવિંદ કેજરીવાલનો આજનો કાર્યક્રમ


    નોંધનીય છે કે, 13 સપ્ટેમ્બરના સવારે નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. બપોરે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા પણ કરવામાં આવી છે.


    ગેરંટી ઘોષણા બાદ અરવિંદ કેજરીવાલ સાંજે 4 વાગે સફાઈ કર્મચારીઓ માટેના ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા રવાના થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat Politics, અમદાવાદ, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन