Home /News /ahmedabad /AAP Office Raid: 'આપના ગુજરાતમાં વધતા વ્યાપથી ભાજપ ગભરાઇ, પાર્ટીની ઓફિસ પર રેડ કરાવવાનું કામ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે'

AAP Office Raid: 'આપના ગુજરાતમાં વધતા વ્યાપથી ભાજપ ગભરાઇ, પાર્ટીની ઓફિસ પર રેડ કરાવવાનું કામ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે'

પ્રેસ કોન્ફરન્સ કરતા ઇસુદાન ગઢવી

Gujarat Politics: આ બધા વિખવાદ બાદ આપના ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આ એક અનઓફિશિયવ રેડ પાડવામાં આવી હતી. જેની કોઇ નોંધ નહીં હોય પરંતુ અમારી ઓફિસમાં દોઢ કલાકથી વધુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ.

અમદાવાદ: રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશ કરવામાં આવ્યું હતુ. ઇસુદાન ગઢવીના ટ્વિટ બાદ અરવિંદ કેજરીવાલે રિટ્વિટ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવતા લખ્યુ હતુ કે, આપને ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. ત્યારે આ દાવા વચ્ચે અમદાવાદ પોલીસે પણ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, અમદાવાદ પોલીસ દ્વારા આપની ઓફિસમાં કોઇ દરોડા પાડવામાં આવ્યા નથી. આ બધા વિખવાદ બાદ આપના ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આ એક અનઓફિશિયવ રેડ પાડવામાં આવી હતી. જેની કોઇ નોંધ નહીં હોય પરંતુ અમારી ઓફિસમાં દોઢ કલાકથી વધુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ.

'ભાજપના 27 વર્ષના કુ:શાસનનો અંત આવવા જઈ રહ્યા છે'


ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે, 'જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે તે જોઈને ભ્રષ્ટ ભાજપ ગભરાઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપના 27 વર્ષના કુ:શાસનનો અંત આવવા જઈ રહ્યા છે. ત્યારે દિલ્હી બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની ઓફિસ પર રેડ કરાવવાનું કામ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે.'

આ સાથે તેમણે જણાવ્યુ કે, 'ભ્રષ્ટ ભાજપ પોલીસ, સીબીઆઈ, ઇડી જેનો ઉપયોગ કરવો હોય તે કરી લે. અમે ભ્રષ્ટ ભાજપથી ડરવાના નથી.'

આ પણ વાંચો: આણંદ: ખાનગી ફાર્મ હાઉસમાં જામી દારૂની મહેફિલ

આ વિવાદમાં સૌથી પહેલી ટ્વિટ


ઇસુદાન ગઢવીએ રવિવારે મોડી રાતે ટ્વિટ કર્યું હતુ. જેમાં તેમણે લખ્યુ હતુ કે, 'કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.'


અરવિંદ કેજરીવાલે પણ કરી હતી ટ્વિટ


જેને રિટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલે પણ લખ્યુ છે કે, ' ગુજરાતની જનતા પાસેથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ડઘાઇ ગયું છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી ચાલી રહી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવાનું શરૂ કર્યુ છે.'


તેમણે વધુમાં કહ્યુ કે, 'દિલ્હીમાં કાંઇ મળ્યું નથી અને ગુજરાતમાં પણ કાંઇ મળ્યું નથી. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.'

પોલીસના ખુલાસાની ટ્વિટ


આજે સવારે અમદાવાદ પોલીસે આ અંગેની સ્પષ્ટતા કરતા ગુજરાતી અને હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, 'ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.'
First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમદાવાદ, અરવિંદ કેજરીવાલ, આપ, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો