હવે જો આધાર કાર્ડ નહીં હોય તો ફ્લાઇટની ટિકિટ પણ નહીં થાય

Haresh Suthar | News18 Gujarati
Updated: April 10, 2017, 12:18 PM IST
હવે જો આધાર કાર્ડ નહીં હોય તો ફ્લાઇટની ટિકિટ પણ નહીં થાય
એરલાઇન્સના કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા પેસેન્જર્સ પર કાબુ મેળવવા માટે સરકાર હવે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટના બુકિંગ માટે આધાર નંબર કે પાસપોર્ટને ફરજિયાત કરવા જઇ રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 10, 2017, 12:18 PM IST
નવી દિલ્હી #એરલાઇન્સના કર્મચારીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા પેસેન્જર્સ પર કાબુ મેળવવા માટે સરકાર હવે સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટના બુકિંગ માટે આધાર નંબર કે પાસપોર્ટને ફરજિયાત કરવા જઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ આગામી બે ત્રણ મહિનાની અંદર સ્થાનિક હવાઇ મુસાફરી દરમિયાન પણ આધાર કાર્ડ બતાવવું ફરજીયાત થઇ જશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર એરલાઇન્સ કર્મચારીઓ સાથે વધતી અભદ્રતાની ઘટનાઓને જોતાં મુસાફરોને ઓળખપત્ર જરૂરી બનાવાયું છે. મંત્રાલય સત્વરે નો ફ્લાઇટ યાદી પણ તૈયાર કરશે જેમાં ચાર પ્રકારના અપરાધ અંગે કાર્યવાહી થશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ આર એન ચૌબેએ પ્રેસ ટ્રસ્ટને કહ્યું કે, ડીજીસીએ આ સપ્તાહે નાગરિક ઉડ્ડયન આવશ્યકતા(સીએઆર) મુદ્દે કામ શરૂ કરશે. મંત્રાલયે ડીજીસીએ તમામ મામલે વિચાર વિમર્શ કરી આગામી સપ્તાહ સુધી સીએઆર અંગે મુસદ્દો તૈયાર કરશે.
First published: April 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर