અમદાવાદ: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં મહંત સ્વામીના હસ્તે દિક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં ભારત સહિત વિદેશના 46 યુવકોએ પાર્ષદી દીક્ષા લીધી હતી. જેમાં IIM ઉદયપુરમાંથી MBA પાસ કરેલા યુવાને BAPS સ્વામિનારાયણ સંસ્થામાં દીક્ષા લીધી છે. આ યુવાને સંસાર ત્યાગ કરી પાર્ષદ દિક્ષા લીધી છે અને હવે 1 વર્ષ સારંગપુરમાં તાલીમ લઈ ભાગવતી દીક્ષા લેશે અને ભગવા કપડાં ધારણ કરશે.
જાણો સંસાર ત્યાગ કર્યા પછી નિશ્ચલ ભગત બનેલા યુવાને શુ કહ્યું
શતાબ્દી મહોત્સવમાં 46 યુવાનોએ દીક્ષા લીધી હતી. આ દીક્ષાર્થીઓમાં IIM થી લઈ મેલબોર્ન યુનિવર્સિટીના ડીગ્રી ધારકો છે. તે સિવાય 4 અનુસ્નાતક, 22 સ્નાતક, 18 ઇજનેર, 1 શિક્ષક, 1 ફાર્માસિસ્ટ સહિત કુલ 46 નવયુવાનોએ પાર્ષદી દીક્ષા લીધી છે. 10 પરદેશના યુવાનો સાથે, મુંબઈ, રાજસ્થાન, કોલકાતા અને ગુજરાતના યુવાનો દીક્ષાર્થી છે.
સંસાર ત્યાગ કર્યા પછી નિશ્ચલ ભગતે જણાવ્યું કે ગુરુ આશ્રમમાં કમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કર્યો ત્યારબાદ આઇઆઇએમ ઉદયપુરમાંથી એમબીએનો અભ્યાસ કર્યો. ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે, આટલું ભણ્યા પછી સાધુ થવાની પ્રેરણા કેવી રીતે મળી. મને જીવનમાં એક સમયે એવું લાગ્યું કે જે કંઈ અભ્યાસ છે તેનો ઉપયોગ સમાજ ઘડતર માટે થાય, ચારિત્ર્ય નિર્માણ માટે થાય અને તેના દ્વારા ધર્મ અને દેશની સેવા થાય તે મારા માટે મોટી વાત છે. એ દીક્ષા લેવા માટે પહેલું પ્રેરક બળ બન્યું.
બીજું કે કોઈપણ વ્યક્તિ ત્યાગ આશ્રના માર્ગે જાય છે તો તેના મનમાં એક જ વસ્તુ હોય છે ભગવનનો સાક્ષાત્કાર. બસ આ બધા પરિબળો સાથે મેં ત્યાગ આશ્રમનો માર્ગ અપનાવ્યો છે. આ અંગે સ્વયંસેવક શૈલેષ સત્પરિયાએ જણાવ્યું કે મહંત સ્વામીના હસ્તે 46 યુવકો પાર્ષદી દીક્ષા આપવામાં આવી છે. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયર, આઈઆઈએમ સ્ટડી આધ્યાત્મિક માર્ગે પ્રયાણ સંસારનો ત્યાગ કરશે. જ્યારે કોઈપણ યુવક દિક્ષા લે તે ભાગવતી દીક્ષા આપતા પહેલા પાર્ષદી દિક્ષા લે છે સ્વેત વસ્ત્રની અંદર સારંગ પુર ખાતે તાલીમ લેશે. 1 વર્ષ સુધી તાલીમ લેશે ત્યાર બાદ ભાગવતી દિક્ષા એટલે કે ભગવા વસ્ત્ર આપવામાં આવશે.