Home /News /ahmedabad /Ahmedabad news: અમદાવાદ: સ્કુલમાં અભ્યાસ કરતા યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

Ahmedabad news: અમદાવાદ: સ્કુલમાં અભ્યાસ કરતા યુવકે ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

ધમકીઓ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું

Ahmedabad Rape cace: સ્કુલમાં સાથે અભ્યાસ કરતા યુવકે સગીરાના ફોટા અને વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર શરીર સંબંધ બાધવા યુવતીને બ્લેકમેઈલ કરતો હતો. લોકડાઉનમાં સગીરાને ફોન કરી વીડિયો કોલમા કપડા ઉતારવા માટે દબાણ કરતો હતો. આ બાબતોથી સતત પરેશાન યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદમાં રહેતી સગીરાને સ્કુલમાં એક સાથી વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો હતો. પ્રેમ થયા બાદ તે વિદ્યાર્થી સાથે આ સગીરાએ શરીર સંબંધ પણ બાંધ્યા હતા. આ દરમિયાન યુવકે સગીરાના ફોટા અને વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે સગીરાને વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર સગીરાને શરીર સંબંધ બાધવા બ્લેકમેઈલ કરતો હતો. ત્યાર બાદ વારંવાર મળવાની ઘમકી આપતા સગીરાએ મળવાની ના પાડી દેતા ફરી વીડિયો વાઈરલ કરવાની ધમકીઓ આપવા લાગતા સગીરાએ ઈસનપુર પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.

    વિદ્યાર્થી એટલો મનોવિકૃત પ્રકારનો હતો કે, લોકડાઉનમાં કોઈ બહાર પણ ન નીકળી શકતુ ત્યારે તે આ વિદ્યાર્થી સગીરાને ફોન કરી વીડિયો કોલમાં કપડા ઉતારવા માટે દબાણ કરતો હતો. હવે સગીરા સમગ્ર યાતનાઓથી કંટાળીને આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી હાલ ઈસનપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: આજે ઉછાળા સાથે ખુલશે બજાર, બુલ-બેર વચ્ચે રસાકસી દેખાશે

    યુવતી 2018માં જ્યારે સ્કુલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે જીગ્નેશ મકવાણા પણ ભણતો હતો. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને બંને પ્રેમમાં પડ્યા હતા. લોકડાઉનમાં ફોનમાં ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાર્યું હતુ. ત્યાર બાદ એક વખત યુવતીને ઘરે બોલાવીને પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ. યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારથી જીગ્નેશ તેને ધાકધમકીઓ આપીને દુષ્કર્મ કરતો આવ્યો છે. આ બધી ઘટના બની તે સમયે કોરોનાનું લોકડાઉન આવ્યું અને બધા ઘરમાં ત્યારે પણ આ વિકૃત વિદ્યાર્થી પોતાની હરકતોથી વિદ્યાર્થીનીનું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું.

    જીગ્નેશે વિદ્યાર્થીનીને લોકડાઉનના સમયમાં પણ યુવતીને ફોન કરીને ધમકી આપી હતી કે, જો તું મારા કહ્યા પ્રમાણે શરીર સંબંધ નહીં રાખે તો હું તારા ફોટા વાઈરલ કરી દઈશ. આમ જીગ્નેશે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી અને તેને કપડા કાઢવા માટે મજબૂર કરી હતી. જ્યારે આ ઘટનાનું તેણે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું. આ બાદ જ્યારે યુવતી ઘરેથી બહાર નીકળી ત્યારે તેનો ફોન ઝુંટવી લીધો હતો અને તેના તમામ નંબરો કોપી કરીને એ નંબર પર વિદ્યાર્થિનીના ફોટા અને વીડિયો વાયરલ કરી દીધા હતા. આ દરેક બાબતોથી સતત પરેશાન યુવતીએ હાલ ઈસનપુર પોલીસની મદદ માંગી છે અને સંદર્ભે ઇસનપુર પોલીસે હાલ પોસ્કો અને બળાત્કારની કલમ હેઠળ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, સગીરા

    विज्ञापन
    विज्ञापन