Home /News /ahmedabad /Hand Transplant: ગુજરાતની મહિલાના હાથથી તમિલનાડુના યુવકને મળ્યું નવજીવન, 4 વર્ષ પછી હાથમાં અનુભવી હલચલ

Hand Transplant: ગુજરાતની મહિલાના હાથથી તમિલનાડુના યુવકને મળ્યું નવજીવન, 4 વર્ષ પછી હાથમાં અનુભવી હલચલ

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લિવર, કિડની, હ્યદય અને ફેફસા જેવા અંગોના દાનમાં ભારે વધારો થયો છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લિવર, કિડની, હ્યદય અને ફેફસા જેવા અંગોના દાનમાં ભારે વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં 2021માં હાથનું પ્રથમ વખત દાન કરવામાં આવ્યું હતું.

આજે અંગદાન (Organ Donation)ને નેત્રદાન બાદ સૌથી મોટું દાન માનવામાં આવે છે. તેથી જ આજે ઘણા સેવાભાવી અને દયાળું લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગોનું દાન (Organ Donation) કરીને માનવસેવાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા વર્ષોમાં અંગદાનનો ટ્રેન્ડ લોકો ખૂબ અપનાવી રહ્યા છે. જેથી ખોડખાપણ અથવા કોઇ ગંભીર શારિરીક ખામીથી પીડાતા લોકોની જીંદગી ફરી હસતી ખેલતી બની જાય છે. લોકોનું અંગદાન તેમના જીવનમાં નવો ઉત્સાહ ભરી દે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, અમદાવાદમાં ઓફિસ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી 26 વર્ષીય મહિલાના હાથ તમિલનાડુમાં ડિપ્લોમાં એન્જિનિયરમાં ટ્રાન્સપ્લાન્ટ (womans hands transplanted in Tamilnadu) કરવામાં આવ્યા છે. મહિલા પહેલા ફેબ્રિકેશન વર્કશોપ ચલાવતી હતી, જ્યાં ઇલેક્ટ્રિક બર્ન (Electric Burn)ના કારણે તેના બંને હાથ બળી ગયા હતા. ભારતમાં આ કેસ ઇન્ટર-જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ (Inter-Gender Hand Transplant) સાથે સંબંધિત ખૂબ જ ઓછા કેસ પૈકી એક છે.

અમદાવાદમાં પ્રથમ વાર થયું હાથનું દાન

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં લિવર, કિડની, હ્યદય અને ફેફસા જેવા અંગોના દાનમાં ભારે વધારો થયો છે, ત્યારે અમદાવાદમાં 2021માં હાથનું પ્રથમ વખત દાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વધુ ચાર દાન આપવામાં આવ્યા છે. જે છેલ્લા 3 વર્ષમાં ભારતના રાજ્યોમાં સૌથી વધુ છે. જેણે મુંબઇ અને ચેન્નાઇના અનેક લોકોને નવું જીવન આપ્યું છે.

આ પણ વાંચો- ગુજરાત ATS થી ફફડી ઉઠેલા પાકિસ્તાની માફિયાએ હાથ જોડ્યા, સાંભળો આ ઓડિયો ક્લિપ

બે મહિનામાં કાપ્યા બંને હાથ

તમિલનાડુના કાંચીપુરમનો રહેવાસી 24 વર્ષિય વેંકટેશન, 2018માં તેના વર્કશોપમાં કામ કરી રહ્યો હતો. ત્યારે એક સાધનમાં ખામી સર્જાઇ અને તેને વીજ કરંટ લાગ્યો હતો. હાઇ-વોલ્જ ઇલેક્ટ્રિક બર્નના કારણે થયેલી ગંભીર ઇજાના કારણે તેનો જીવ બચાવવા બે મહિનામાં તેના બંને હાથ કાપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- સાંતેજની ખાનગી સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાતા તંત્ર એલર્ટ

4 વર્ષ પછી હાથમાં અનુભવી હલચલ

4 વર્ષ બાદ તેણે પોતાના હાથમાં કોઇ સંવેદના અનુભવી હતી. જે તેના પોતાના હાથોની તો નહોતી. પરંતુ એક અમદાવાદીના હાથના દાનના કારણે વેંકટેશે 4 વર્ષ બાદ પોતાના કોણી નીચેના હાથોનો અનુભવ કર્યો હતો. શનિવારે ચેન્નાઇમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ દ્વારા સર્જનોની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. કારણ કે દર્દીએ સફળતાપૂર્વક હાથના ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પસાર કર્યા હતા.
First published:

Tags: Gujarati news, Organ donation, Tamilnadu, Transplant

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો