Home /News /ahmedabad /પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા આપવા નડિયાદના યુવાને 85 હજારની નોકરી છોડી, જાણો શું છે કહાણી

પ્રમુખ સ્વામી મહોત્સવમાં સેવા આપવા નડિયાદના યુવાને 85 હજારની નોકરી છોડી, જાણો શું છે કહાણી

આખુય નગર ઉભુ કરવામાં સ્વામીનારાયણના સંતો અને સ્વયંસેવકોની મહેતન છે.

આ યુવાન ખાનગી કંપનીમાં ઓટોમેશન ફિલ્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર નોકરી કરતો હતો. તેનો મહીને 85 હજાર પગાર હતો. નવાઈની વાત એ પણ છે કે ધવલ 9 વર્ષથી ઓટોમેશન ફિલ્ડમાં જોબ કરે છે. અને આ યુવાને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે 85 હજાર પગારની નોકરી છોડી દઈ સેવામાં લાગી ગયો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈ અમદાવાદમાં 600 એકરમાં પ્રમુખ સ્વામી નગર બનાવામાં આવ્યું છે. જેની તૈયારી છેલ્લા બે વર્ષથી ચાલી રહી હતી. નવાઈની વાત એ છે કે આ આખુય નગર ઉભુ કરવામાં સ્વામીનારાયણના સંતો અને સ્વયંસેવકોની મહેતન છે. કેટલાય સ્વયંસેવકોએ આ મહોત્સવમાં પોતાની સેવાનું યોગદાન આપવા માટે ચાલુ નોકરી છોડી દીધાના કિસ્સા બન્યા છે. તેમાનો જ એક યુવાને મહિને 85 હજારની આવક આપતી ખાનગી કંપનીને છોડી દીધી. અને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ માટે સેવામાં લાગી ગયો છે. શું છે આ યુવાનની હકીકત તે જાણવું જરુરી છે.

અમદાવાદમાં 600 એકર ભુમી પર પ્રમુખ સ્વામી નગર ઉભુ કરવું કંઈ નાની સુની વાત નથી. કઈ કેટલાય સંતો અને સ્વયંસેવકોએ પોતાની મહેનત અને પરસેવો પાડીને આ નગર બનાવ્યું છે. આ નગર  બનાવવા પાછળનો એક માત્ર ઉદેશ્ય છે કે જે કોઈ આ મહોત્સવની મુલાકાતે આવે તે કોઈને કોઈ પ્રેરણા મેળવીને જાય. આ માટે હજારો સ્વયંસેવકો દિવસરાત એક કરી મહેનત કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ નજીક આવેલા નડિયાદના ધવલ પટેલની કહાની પણ રસપ્રદ છે.

આ પણ વાંચો: જાણો પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની કાર્યક્રમોની સંપૂર્ણ વિગત

આ યુવાન ખાનગી કંપનીમાં ઓટોમેશન ફિલ્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર નોકરી કરતો હતો. તેનો મહીને 85 હજાર પગાર હતો. નવાઈની વાત એ પણ છે કે ધવલ 9 વર્ષથી ઓટોમેશન ફિલ્ડમાં જોબ કરે છે. અને આ યુવાને પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે 85 હજાર પગારની નોકરી છોડી દઈ સેવામાં લાગી ગયો છે. તેનું કહેવું છે કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા મળી તે મારુ સૌભાગ્ય છે. અને અહીં હુ સ્વયંસેવક દળમાં સેવા આપી રહ્યોં છુ. છ મહિનાથી હુ અહીં સેવા આપી રહ્યોં છુ. પરિવારમાં મારી માતા છે ભાઈ છે સંયુક્ત કુટુબમાં રહુ છુ અને પત્ની અને દીકરી પણ છે. જો કે છેલ્લા સાત વર્ષથી જે કંઈ ઈન્વેસ્મેનટ્ કર્યું હતુ. તેનાથી મારુ ઘર ચાલે છે.



આવો જ એક યુવાન યતિન્દ્ર વરીયા જે વડોદરાના એક ગામનો રહેવાસી છે. તે પણ પેટ્રોલપંપ પર મેનેજર તરીકે જોબ કરતો હતો. પરંતુ મહોત્સવમાં સેવા આપવા તેણે નોકરી છોડી દીધી. જોબ ચાલુ હતી આટલી બધી રજા શક્ય ન હતી એટલે રાજીનામુ આપી દીધુ. પણ પ્રમુખ સ્વામીના આશીર્વાદથી જોબ છોડ્યા બાદ તેને અન્ય બે કંપનીઓમાં જોબ ઓફર મળી ગઈ છે. એટલે જોબની ચિંતા નથી. અને સેવામાં લાગી ગયા છે.
Published by:Rakesh Parmar
First published:

Tags: Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj