Home /News /ahmedabad /

અમદાવાદમાં મહિલાની હત્યાથી ચકચાર, બે માસથી ન મળેલી પુત્રીની લાશ જોઈ માતા આઘાતમાં સરી પડી

અમદાવાદમાં મહિલાની હત્યાથી ચકચાર, બે માસથી ન મળેલી પુત્રીની લાશ જોઈ માતા આઘાતમાં સરી પડી

એકલવાયુ જીવન જીવતી મહિલાની હત્યા કોણે અને શા માટે કરી તે કારણ અકબંધ છે.

મૃતક મનીષા ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની હતી. અવારનવાર માતા-પિતા, ભાઇ-બહેનો સાથે પણ ઝગડા કરતી હોવાથી તેને વેજલપુરમાં બનાવ વાળી જગ્યાએ મકાન અપાવ્યું હતું અને એકલી રહેતી હતી.

અમદાવાદ: શહેર (Ahmedabad)માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જાણે કે કથળી હોય તેમ લાગી રહ્યું છે. નવરંગપુરામાં લૂંટ, વાસણા અને એલિસબ્રીજ વિસ્તારમાંથી માનવ અંગો મળ્યા બાદ વેજલપુર (Vejalpur)માં એકલવાયું જીવન ગુજારતી મહિલાની હત્યા (Murder)નો બનાવ સામે આવ્યો છે. જો કે હત્યા (Women Murder) કોણે અને શા માટે કરી તે કારણ અકબંધ છે.

શુક્રવાર મોડી સાંજે શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલ શ્રીનદનગર વિભાગ-2 માં એન 104 નંબરના મકાનમાંથી અચાનક દુર્ગધ આવવાની શરૂઆત થઈ હતી. જેને લઈને ફ્લેટમાં રહેતા આસપાસના લોકો અને મૃતક મહિલાના બહેન ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતા મનીષા દુધેલા નામની મહિલાની લોહીથી લથપથ હાલતમાં લાશ જોઇ હતી. જે બાબતની જાણ પોલીસને કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ માટે ખસેડી હતી. પીએમ રિપોર્ટમાં ઇજાના નિશાન હોવાનું સામે આવતા આ અંગે હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો- અમદાવાદમાં ધોધમાર વરસાદ વચ્ચે હાટકેશ્વર બેટમા ફેરવાયું 

પોલીસે પ્રાથમિક તબક્કે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી એફ.એસએલ.ની મદદ લઈને વધુ તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વર્ષ 2014માં મનીષા દુધેલાના લગ્ન રાધાકૃષ્ણ સાથે થયા હતા. પણ લગ્નના એક વર્ષ બાદ પતિ સાથે અણબનાવ થતા એકલવાયું જીવન જીવતા હતા. મૃતકની માતા લક્ષ્મી બહેને ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો- આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, રાજ્યમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

જેમાં તેઓએ જણાવ્યું છે કે મૃતક મનીષા ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની હતી. અવારનવાર માતા-પિતા, ભાઇ-બહેનો સાથે પણ ઝગડા કરતી હોવાથી તેને વેજલપુરમાં બનાવ વાળી જગ્યાએ મકાન અપાવ્યું હતું અને એકલી રહેતી હતી. મનીષા બહેનનો એક ભાઈ પણ ઘર છોડી 2005માં સાધુ બની ગયો હતો. મૃતક મનીષા પણ બેએક માસ પહેલા તેની માતાને મળી હતી ત્યારબાદ માતાને મળી પણ ન હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ તપાસ બાદ જ હત્યા પાછળની હકીકત જાણવા મળશે. અને કોણે કયા કારણોથી મહિલાની હત્યા કરી તે તપાસ કરાઈ રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad Murder, Ahmedabad police, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन