સોલા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.
ઘટનાના દિવસે પણ ચેનલ બંધ થવાની સામાન્ય બાબતે પોતાના દીકરાને માર મારતા પત્નીએ પોતાના પતિની હત્યા કરી દીધી હતી. ગુસ્સા અને ઉશ્કેરાટના કારણે પત્નીને જેલ હવાલે જવુ પડયુ તો પતિને જિંદંગી ખોવી પડી છે. જયારે ત્રણ સંતાનોને માતા-પિતાની છત્રછાયા ખોવી પડી છે. હાલમા સોલા પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ: શહેર (Ahmedabad Crime)માં પત્નીએ છરીના ઘા ઝીંકીને પતિની હત્યા (Murder) કરી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. માત્ર ટીવી ચેનલ બંધ થઈ જતા પતિએ દિકરાને માર માર્યો હતો. જે જોઈને પત્ની દીકરાને બચાવવા જતા પતિ પર છરીથી હુમલો કર્યો હતો. જેમા પતિનુ મોત (Women Killed Husband) નિપજયુ છે. સોલા પોલીસે (Sola Police) હત્યાનો ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ કરી છે.
ઘટનાની વાત કરીએ તો ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જય અદિતિ સોસાયટીમાં વિજયસિંહ યાદવ પોતાના પત્ની દીપમાલા એક દીકરો તથા 2 દીકરી સાથે રહેતા હતા. હત્યાના દિવસે વિજયસિંહ યાદવ ટીવી જોતા હતા ત્યારે ચેનલ બંધ થઈ ગઈ હતી. તો તે પત્ની અને બાળકો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે જ ચેનલ બંધ કરી છે. આટલું કહીને તેમના 10 વર્ષના દીકરાને માર મારવા લાગ્યા હતા. દીકરાને મારમાંથી છોડાવવા પત્ની વચ્ચે પડી હતી. અને આ દરમિયાન પત્નીના હાથમાં નજીકમાં પડેલ છરી આવતા પત્નીએ છરી પતિની છાતી પર મારી હતી. છરી વાગતા જ વિજયસિંહ જમીન પર ઢળી પડ્યા હતા. અને હોસ્પિટલમા સારવાર માટે લઈ જતા તેમનુ મોત નિપજયુ હતુ.
મૃતક વિજયસિંહ યાદવ મૂળ હરિયાણાના રહેવાસી છે. વિજયસિંહ અને દિપમાલાનો 19 વર્ષનો લગ્ન ગાળો હતો. ત્રણ સંતાન સાથે સુખી જીવન જીવતા હતા. વિજયસિંહ યાદવ એ.એમ.ટી.એસ બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. પરંતુ કોઈ કારણથી 15 દિવસથી તેમની નોકરી છૂટી ગઈ હતી. અને તેઓ ઘરે બેકાર હતા. આ બેકારીના કારણે વિજયસિંહ પોતાની પત્ની અને બાળકોને સતત માર મારતા હતા.