Home /News /ahmedabad /અમદાવાદ: ભાભીના ભાઈએ મહિલા પર લગાવ્યા ગંભીર આરોપ- તારા અને તારા ભાઈના સંબંધો છે

અમદાવાદ: ભાભીના ભાઈએ મહિલા પર લગાવ્યા ગંભીર આરોપ- તારા અને તારા ભાઈના સંબંધો છે

(પ્રતિકાત્મક તસવીર)

મહિલાને ખોટા ધંધા કરી તેની બહેનની દીકરીના શરીરના અંગો બાબતે મેસેજો કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતે કંટાળીને ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ તેના ભાઈના સાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી અવાર નવાર બીભત્સ મેસેજ આ મહિલાને કરી તેના ભાઈ સાથે સંબંધો હોવાનો આરોપ લગાવતો હતો. મહિલાને ખોટા ધંધા કરી તેની બહેનની દીકરીના શરીરના અંગો બાબતે મેસેજો કરી હેરાન પરેશાન કરતો હતો. જે બાબતે કંટાળીને ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય યુવતીનો પતિ સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે અને તેનો ભાઈ સુભાષ બ્રિજ ખાતે રહે છે. આ યુવતીના ભાઈના લગ્ન વર્ષ 2016 માં મહારાષ્ટ્રની એક યુવતી સાથે થયા હતા. આ યુવતીની ભાભી હાલ તેના પિયરમાં રહે છે. ગત જુલાઈ માસમાં યુવતીની ભાભીનો ભાઈ અમદાવાદ આવ્યો હતો. યુવતીના ભાઈ સાથે તેના સાળાએ  બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને આરોપી તેની બહેન અને ભાણી ને લઈને જતો રહ્યો હતો. ત્યારબાદ થોડા દિવસ પછી યુવતીના ભાઈના સાળાએ જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને વોટ્ટસએપ મેસેજો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવતીની અન્ય બહેન કે જે મુંબઈ ખાતે રહે છે તેની દીકરીના શરીરના અંગ બાબતે બીભત્સ મેસેજ કરવા લાગ્યો હતો અને તેનો સંબંધ હોવાનો જણાવી મેસેજ કરી વોટ્ટસએપ કોલ કરીને આ મહિલાને હેરાન કરતો હતો અને ટિપ્પણીઓ કરતો હતો.

આ પણ વાંચો- પાટણમાં ઠાકોર સમાજનુ શક્તિપ્રદર્શન

જેથી આ બાબતે મહિલાએ તેના ભાઈના સાળાની પત્નીને જાણ કરી હતી. જેથી તે વધુ ઉશ્કેરઈ ગયેલ અને આ મહિલાને તેના ભાઈ વચ્ચે સંબંધ હોવાના મેસેજ કરી હેરાન કરવા લાગ્યો હતો. આટલું જ નહીં મહિલાના ભાઈના સાળાએ બીભત્સ ગાળો બોલી તેમજ બીભત્સ માગણીઓના તથા સ્ત્રી જાતિ બાબતે મેસેજ કરી આ મહિલા મેસેજ વાંચે એટલે ડીલીટ કરી દેતો હતો. મહિલા શરીરનો ધંધો કરતી હોવાના મેસેજ કરી સંતાનો બાબતે પણ મેસેજ કર્યો હતો અને પતિ તેમજ છોકરાઓને ઉપાડી જવાના ધમકી ભર્યા મેસેજ તથા વોટ્ટસએપ કોલિંગ કરી ધમકાવતો હતો.

આ પણ વાંચો- બેદરકારી દાખવતા કડીના ઈન્ચાર્જ PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

જે બાબતે લઈને કંટાળીને મહિલાએ આ બાબતે પોલીસને અરજી આપી હતી. બાદમાં માનસિક ડિપ્રેશનમાં આવી જતા મહિલાએ આ મામલે આરોપીના ત્રાસ માંથી મુક્ત થવા માટે ફરિયાદ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन