શાસ્ત્રબાહુ મંદિરના શિલ્પોમાં રહેલા કમળની રચના અને કમળના તળાવને કલાકારે કંડાર્યુ
પુષ્પા શાહ જણાવે છે કે એક વખત લલિત કલા આર્ટ ગેલેરીમાં એક પેઇન્ટિંગ પ્રદર્શનમાં સાંજે લટાર મારવા ગયા અને ત્યાં તેમને પેઇન્ટિંગની કળા પ્રત્યે આકર્ષણ થયું. ત્યારબાદ તેમણે વિવિધ કલાકારો પાસેથી પેઇન્ટિંગની કળા શીખવાનું શરૂ કર્યું.
Parth Patel, Ahmedabad: ક્યારેક નેચર પર તો ક્યારેક માનવજીવન પર આપણે કલા નિહાળી. પરંતુ આ વખતે અમદાવાદની ગુફામાં આઠ મહિલાઓએ વોટર કલર મિડિયમમાં જુદા જુદા પેઈન્ટિંગ બનાવી રજૂ કર્યા છે. જેમાં એક 72 વર્ષીય મહિલા વૃદ્ધાવસ્થામાં પણ પેઈન્ટિંગ બનાવી પોતાના જીવનમાં ધ્યાન અને આશ્વાસન આપી રહ્યા છે.
આર્ટ ગેલેરીના પેઇન્ટિંગ પ્રદર્શનમાં લટાર મારવા ગયા અને ત્યાં તેમને પેઇન્ટિંગ કળા પ્રત્યે આકર્ષણ થયું
પુષ્પા શાહ સાથે વાત કરતા જણાવ્યું કે હાલમાં તેમની ઉંમર 72 વર્ષની છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો. તેઓ 60 ના દાયકાના મધ્યમાં એલ્ફિસ્ટન કોલેજમાં વિજ્ઞાનમાં ડિગ્રી મેળવવા માટે મુંબઈ ગયા.તેમણે શાળા અને કોલેજના દિવસો દરમિયાન ક્યારેય કોઈ પણ પ્રકારની કળા દોરવા માટે પેન્સિલ અથવા પેઇન્ટ કરવા માટે અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. કે કોઈ દિવસ બ્રશ પકડ્યું હોય.
વધુમાં જણાવતા કહ્યું કે એક વખત લલિત કલા આર્ટ ગેલેરીમાં એક પેઇન્ટિંગ પ્રદર્શનમાં સાંજે લટાર મારવા ગયા અને ત્યાં તેમને પેઇન્ટિંગની કળા પ્રત્યે આકર્ષણ થયું. ત્યારબાદ તેમણે વિવિધ કલાકારો પાસેથી પેઇન્ટિંગની કળા શીખવાનું શરૂ કર્યું. આમ આવી રીતે તેમની પેઇન્ટિંગ કરવાની સફર શરૂ થઈ.
અત્યારે હાલમાં આ પેઈન્ટિંગ જ તેમના માટે ધ્યાન અને આશ્વાસનનું કામ કરે છે. આ વખતે તેમણે બાળપણના સંસ્મરણો દ્વારા ભારતના પ્રખ્યાત વારસા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે.
શાસ્ત્રબાહુ મંદિરના શિલ્પોમાં રહેલા કમળની રચના અને કમળના તળાવને કલાકારે કલામાં કંડાર્યું
કૃપા શાહે જણાવ્યું હતું કે તેમણે શાસ્ત્રબાહુ મંદિરના અવલોકન અને અભ્યાસ દરમિયાન જોયું કે ઘણા શિલ્પોમાં કમળની રચનાની શિલ્પ શ્રેણી સાથે આ કમળના તળાવોનો વિચાર કર્યો.
તેની આધારિત તેમણે પેઈન્ટિંગ બનાવ્યા. તેમના મોટા ભાગના પેઈન્ટિંગમાં વાર્તાઓ શોધવી અને પ્રકૃતિની સુંદરતાની પ્રશંસા પર કામ કરે છે. કેટલાક સ્થળો અને સ્થાનો તેમની સર્જનાત્મકતાને આકર્ષિત કરે છે અને બીજાથી અલગ પાડે છે. તેઓ માને છે કે કલા જ વ્યક્તિને સર્જનની શક્તિનો અહેસાસ અથવા અનુભૂતિ કરાવે છે.
જ્યારે વૈશાલી શાહ જણાવે છે કે કલા સાથેની તેમની સફર બાળપણથી જ શરૂ થઈ હતી. તેમનું કહેવું છે કે કુદરતમાં એક સરળતા છે. જે ભવ્ય અને નમ્ર બંને હોય છે. આ વખતે તેમણે ફૂલની પાંખડીના હળવા વળાંકથી લઈને પર્વતમાળાની સુંદરતા દર્શાવી છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.