પરિણીતાએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.
પરિણીતાના લગ્ન વર્ષ 2020 માં સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. જોકે લગ્નના એક મહિના સુધી તેને સાસરિયાંએ સારી રીતે રાખી હતી. બાદમાં તેઓ કહેતા હતા કે, તારા માં-બાપ એ દહેજમાં કંઈ આપેલ નથી. નવી ફોર વ્હીલ કાર લેવી છે. તારા માં-બાપના ઘરેથી રૂપિયા લઈ આવ.
અમદાવાદ: શહેરમાં પોલીસ વિભાગ (Ahmedabad Police)માં ફરજ બજાવતા મહિલા લોક રક્ષકને (Woman Police constable) સાસરિયાઓ નાની-નાની બાબતમાં શારીરિક અને માનસિક ત્રાસ (physically and mentally tortured) આપ્યો હોવાની ઘટના સામે આવી છે. પતિને ફોર વ્હીલ કાર લાવવા માટે પિતા પાસેથી રૂપિયા લઈ આવવા તેમજ છૂટાછેડા આપી દેવા માટે સાસરિયાં દબાણ કરતા હતા.
પરિણીતાના લગ્ન વર્ષ 2020 માં સમાજના રીતિ રિવાજ મુજબ થયા હતા. જોકે લગ્નના એક મહિના સુધી તેને સાસરિયાંએ સારી રીતે રાખી હતી. બાદમાં તેઓ કહેતા હતા કે, તારા માં-બાપ એ દહેજમાં કંઈ આપેલ નથી. નવી ફોર વ્હીલ કાર લેવી છે. તારા માં-બાપના ઘરેથી રૂપિયા લઈ આવ.
જોકે પરિણીતા રૂપિયા લઈ આવવા માટે ના કહે તો તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પરિણીતા પોલીસ વિભાગમાં નોકરી કરતી હોવાથી કોઈ અધિકારીનો ફોન આવે તો તેને ફોન પણ રિસીવ કરવા દેતા નહીં અને જો કોઈ સમયે નોકરીમાંથી ઘરે પરત આપવામાં વહેલું-મોડું થાય તો પણ મનફાવે તેમ બોલતા હતા. એટલું જ નહીં પરિણીતાના પતિએ તેને કહ્યું હતું કે તું મને ગમતી નથી, જેથી મારે તને રાખવી નથી તેમ છતાં જો તારે મારી સાથે રહેવું હોય તો તારા પિતાના ઘરેથી ફોરવ્હીલ કાર લાવવા માટેના રૂપિયા લઇ આવ.
જો કે પરિણીતાએ આનાકાની કરતા તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જે અંગે પરિણીતાએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પરંતુ ઘર સંસાર બગડે નહિં તે માટે અરજી પરત ખેંચી લીધી હતી. બાદમાં સમાધાન કરીને પરિણીતાને સાસરીમાં લઇ ગયા હતા. જો કે બીજા દિવસે તેના સાસુએ તેને કહ્યું હતું કે તે કોર્ટમાં અમારી વિરુદ્ધમાં કેસ કર્યો, અમારે કોર્ટના ધક્કા ના ખાવા પડે તે માટે સમાધાનનું ખોટું નાટક કરીને તને તેડી લાવ્યા છીએ, તારી સાથે છૂટાછેડા લેવાના છે, અમે તને કોઈપણ સંજોગોમાં અમારા ઘરમાં રહેવા દઈશું નહીં, તેમ છતાં ઘરમાં રહીશ તો અમે ગમે તેવી રીતે પતાવી દઈશું.
જો કે પરિણીતાને બે-ત્રણ દિવસ સુધી જમવાનું ના આપતા તેણે ઓનલાઇન જમવાનું મંગાવ્યુ હતું. જેથી તેના પતિએ ગુસ્સે થઈ તેને બે-ત્રણ લાફા મારી દીધા હતા. આમ અવારનવાર નાની-નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર