Home /News /ahmedabad /

અમદાવાદ: પત્ની સામે જ પતિ પરસ્ત્રીઓને લઇ આવતો અને શારીરિક સંબંધ બાંધતો

અમદાવાદ: પત્ની સામે જ પતિ પરસ્ત્રીઓને લઇ આવતો અને શારીરિક સંબંધ બાંધતો

સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરના સરદારનગર (Sardarnagar) વિસ્તારમાં પતિને રૂપિયા 15 લાખ આપ્યા હોવા છતાં પણ મહિલાને બીજા પાંચ લાખ લઈ આવવા માટે દબાણ કરી ઘરની નાની-નાની બાબતો માં સાસરીયા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ (Physical and mental torture) આપવામાં આવતો હતો. એટલું જ નહીં, મહિલાનો પતિ અલગ-અલગ યુવતીઓને લઈને ઘરે આવતો અને મહિલાની હાજરીમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધી મહિલા સાથે મારઝૂડ કરતો હતો.

સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે કે, લગ્ન બાદ તે ગર્ભવતી થતાં તેના સાસરિયાઓએ તેને કહ્યું હતું કે જો તેને છોકરો આવશે તો જ રાખીશું, નહીંતર તો ઘરમાંથી કાઢી મૂકીશું. આમ, ઘરની નાની-નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરી મારઝુડ કરતાં હતા. મહિલા તેના પતિ સાથે અલગ રહેવા જતાં તેને જાણ થઈ હતી કે કે મહિલા પાસે અગાઉના પતિથી થયેલા છૂટાછેડામાં આવેલ રૂપિયા 10 લાખ અને બીજી બચત છે.

આ પણ વાંચો: ક્રાઇમ બ્રાન્ચના નામે રૌફ જમાવતી ટોળકી ઝડપાઇ, રિયલ પોલીસનો સામનો થતાં પર્દાફાશ

જે બાદ મહિલાના પતિએ મકાન લેવા માટે દેવું થયું છે તેમ કહીને ટુકડે-ટુકડે રૂપિયા 15 લાખ મહિલા પાસેથી લઈ લીધા હતા અને તે પરત કર્યા ન હતા. જોકે, મકાન પણ તેના નામે કરી આપવાની લાલચ આપી હતી પરંતુ મકાન પણ મહિલાના નામે કર્યું ન હતું.

સાથે જ મહિલાનો પતિ મોડીરાત સુધી કોઈ પરસ્ત્રી સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, મહિલાનો પતિ અલગ-અલગ યુવતીઓને લઈને ઘરે આવતો અને મહિલાની હાજરીમાં તેમની સાથે શારીરિક સંબંધ બાંધી મહિલા સાથે મારઝૂડ કરતો હતો. આમ અંતે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन