Home /News /ahmedabad /અમદાવાદની પરિણીતાને પતિનો ત્રાસ, ‘તું મને ગમતી નથી એટલે તને ડિવોર્સ આપી મારે બીજા લગ્ન કરવા છે’

અમદાવાદની પરિણીતાને પતિનો ત્રાસ, ‘તું મને ગમતી નથી એટલે તને ડિવોર્સ આપી મારે બીજા લગ્ન કરવા છે’

પરિણીતાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: પરિણીતાના નણંદ પણ નજીકમાં રહેતા હોવાથી તે અવારનવાર ઘરે આવતા હતા. અને તેના પતિ તેમ જ સાસુને ખોટી ચઢામણી કરતા હતા. જેથી તેનો પતિ તેની સાથે સરખી રીતે વાતચીત કરતો નહીં અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો નહીં.

અમદાવાદ: ઘરની નાની-નાની બાબતોમાં પરિણીતા સાથે ઝઘડો તકરાર કરી મારઝુડ કરીને પતિએ પત્નીને કોઈ હક આપ્યો નહોતો. પતિએ પરિણીતાને ધમકી આપી હતી કે, તારા બાપના ઘરેથી પાંચ લાખ રૂપિયા ધંધો ચાલુ કરવા લઈ આવજે નહીં તો છૂટાછેડા આપી દઈશ. એટલું જ નહીં તું મને ગમતી નથી જેથી તને છૂટાછેડા આપી મારે બીજા લગ્ન કરવા છે. તેમ કહીને બોલાચાલી ઝઘડો કરતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્ન બાદ એક વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. જોકે બાદમાં સાસુ અને નણંદની ખોટી ચઢામણીના કારણે તેનો પતિ તેની સાથે ઘરની નાની-નાની બાબતોમાં કારણ વગર બોલાચાલી અને ઝઘડો કરતો હતો. જે બાબતે મહિલા કઈ પણ કહે તો તેને બીભત્સ ગાળો આપી મારઝુડ કરતો હતો. તેમ જ પત્ની હોવાનો કોઈ પણ હક આપતા નહીં. સાથે જ દીકરીના જન્મ બાદ તેના પતિનું વર્તન બદલાઈ ગયું હતું.

આ પણ વાંચો- ઘર કંકાસથી કંટાળી મહિલાએ દીકરી સાથે કર્યો આપઘાત

પરિણીતાના નણંદ પણ નજીકમાં રહેતા હોવાથી તે અવારનવાર ઘરે આવતા હતા. અને તેના પતિ તેમ જ સાસુને ખોટી ચઢામણી કરતા હતા. જેથી તેનો પતિ તેની સાથે સરખી રીતે વાતચીત કરતો નહીં અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતો નહીં. એટલું જ નહીં તારા બાપના ઘરેથી પાંચ લાખ રૂપિયા ધંધો ચાલુ કરવા લઈ આવીશ તો જ તને રાખીશ અને નહિ લાવે તો તને છૂટાછેડા આપી દઈશ. તેમ કહી બે બાળકોને લઈને પરિણીતાને ઘરમાંથી કાઢી મુકતા તે તેના પિયર આવી ગઇ હતી.

આ પણ વાંચો- નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે વરસાદ પણ બોલાવશે રમઝટ

જો કે સમાજના વડીલોની હાજરીમાં સમાધાન કરીને તેનો પતિ તેને પરત સાસરીમાં લઈ ગયો હતો. પરંતુ બે દિવસ સારી રીતે રાખ્યા બાદ મહિલાની તબિયત ખરાબ થતા ઘરનું કામ પણ ન થતા તેના સાસુ ઘરકામ બાબતે બોલા ચાલી ઝઘડો કરતા હતા. તેમજ તેનો પતિ બે દિવસ બાદ તેડી જવાનું જણાવી પિયરમાં મૂકીને જતો રહેતો હતો. બાદમાં કહ્યું હતું કે મને તું ગમતી નથી જેથી તેને છૂટાછેડા આપી મારે બીજા લગ્ન કરવા છે. તેમ કહી તેની સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરીને મારઝુડ કરીને તેનો પતિ જતો રહ્યો હતો. જ્યારે પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन