Home /News /ahmedabad /તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના? ઘર કંકાસથી કંટાળી મહિલાએ દીકરી સાથે કર્યો આપઘાત

તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના? ઘર કંકાસથી કંટાળી મહિલાએ દીકરી સાથે કર્યો આપઘાત

નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં 28 વર્ષીય મહિલાએ 6 વર્ષની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી.

Naroda Suicide Case: આ મામલે પરિણીતાના પિતાએ જમાઈ સામે દૂષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં થોડા સમય પહેલા જમાઈ ગોરધન મોદીએ તેઓની દીકરી ભારતીને તું મને ગમતી નથી, તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના.

અમદાવાદ: અમદાવાદમાં ઘરકંકાસે બે માસુમનો ભોગ લીધો છે. શહેરમાં 28 વર્ષીય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી 6 વર્ષની દીકરી સાથે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે પતિ સામે આત્મહત્યા દૂષપ્રેરણનો ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

નરોડા વિસ્તારમાં આવેલા કારિયા લેકમાં 28 વર્ષીય મહિલાએ 6 વર્ષની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. નરોડા પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, આપઘાત કરનાર મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી છે અને તેની સાથે 6 વર્ષની દીકરી જિયા છે. આપઘાત કરનાર મહિલા કૃષ્ણનગર વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં પતિ સાથે રહે છે. ભારતીબેને ઘરેથી શાકભાજી લેવા માટે જવાનું કહીને નિકળ્યા હતા અને કારિયા લેકમાં કુદીને જીવન ટુંકાવ્યું હતું. જે મામલે પોલીસે તપાસ કરતા પતિનો ત્રાસ હોવાથી પરિણીતાએ દીકરી સાથે આપઘાત કરતા ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો- હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, નવરાત્રિમાં ખેલૈયાઓની સાથે વરસાદ પણ બોલાવશે રમઝટ

આ મામલે પરિણીતાના પિતાએ જમાઈ સામે દૂષપ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં થોડા સમય પહેલા જમાઈ ગોરધન મોદીએ તેઓની દીકરી ભારતીને તું મને ગમતી નથી, તું બીમાર રહે છે તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના. તારા માતા પિતાએ કઈ આપ્યું નથી તેમ કહીને ટોણા મારતો હતો. જે મામલે તેઓએ સમાધાન કરાવ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા મૃતક મહિલાએ પતિ દ્વારા ફરી વાર તે જ બાબતોને લઈને હેરાન કરવામાં આવતી હોવાની વાત કહીને દિવાળીએ ઘરે આવીને વાત કરવાનું માતા પિતાને કહ્યું હતું. જોકે 25મી સપ્ટેમ્બરે મહિલાના જેઠે ફોન કરીને ભારતી બહેને તેની 6 વર્ષની બાળકી સાથે આપઘાત કર્યો હોવાની જાણ કરતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. જે મામલે તેઓએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો- અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થી નેતાની ગુંડાગીરીનો વીડિયો આવ્યો સામે

આ મામલે પોલીસે આપઘાત કરનાર ભારતી બેન મોદી સામે દીકરીની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. તેઓએ 6 વર્ષની દીકરીને સાડીથી પોતાની સાથે બાંધીને નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાથી દીકરીની હત્યા કરવા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તો આ મામલે પોલીસે પરિણીતાના પતિ સામે પુરાવાઓ એકત્ર કરી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે ત્યારે તેની ધરપકડ બાદ પૂછપરછમાં માતા દીકરીના આપઘાત પાછળના ક્યાં કારણો જવાબદાર છે તેના વિશે વધારે માહિતી સામે આવી શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Naroda police, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन