Home /News /ahmedabad /અમદાવાદ : 'મને ખબર છે મારા મોતથી ઘણા ખુશ રહેશે, કેટલાક દુઃખી થશે. સેટેલાઈટમાં મહિલાનો આપઘાત
અમદાવાદ : 'મને ખબર છે મારા મોતથી ઘણા ખુશ રહેશે, કેટલાક દુઃખી થશે. સેટેલાઈટમાં મહિલાનો આપઘાત
સેટેલાઈટમાં મહિલાનો આપઘાત
કરૂણ સુસાઈડ નોટ - '... બસ એક જ વસ્તુ કહેવી છે કે, મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો...'
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) અને લોકડાઉન (Lockdown) બાદ આપઘાત (Suicide)ની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. કોઈ માનસીક પરેશાની તો કોઈ આર્થિક પરેશાનીના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી ચુક્યું છે. આજે વધુ એક અકસ્માતની ઘટના અમદાવાદ (Ahmedabad Suicide)થી સામે આવી છે. જેમાં એક મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ છે. મહિલાએ આપઘાત (Woman Suicide) પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી. પોલીસે મામલો હાથ પર લઈ તપાસ શરૂ કરી છે.
સેટેલાઈટ વિસ્તારમાં એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે મહિલાની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સેટેલાઈટમાં આવેલ શેલરાજ બંગ્લોમાં મહિલાએ આત્મહત્યા કરી જોવાનો મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મારા મોતથી ઘણા ખુશ થશે‘‘બધા ખુશ રહેજો તેવી શુભેચ્છા. મને ખબર છે કે, મારા મર્યા પછી ખાસ ઘણા બધા ખુશ રહેશે અને ઘણા દુઃખી થશે, પણ બસ એક જ વસ્તુ કહેવી છે કે, મારા મોત પછી દેવાંશી યાના મા-બાપ વગરનાં થશે તો મારા ભાગની જમીન મકાન કે ખોડિયાર તેલાવ બધુ જ મારી બંને દીકરી દેવાંશી અને યાનાની જ કરજો.
સુસાઈડ નોટમાં વધુમાં જણાવ્યું છે કે, મહેરબાની કરીને સીપી પાપાજી આ તમારા ચિરાગ અને તેની પત્નીની અંતિમ ઈચ્છા હતી કે, અમારી દીકરીઓ ખૂબ જ સુખી રહે જેમ અત્યારે તમારી દીકરીઓ કવિતા પારૂલ છે. આટલું કરશો તો પણ મારી આત્માને શાંતિ મળશે. મારી બધી ભૂલો મારું મારા માતા-પિતાનું ધ્યાન રાખજો. તેમની એક દીકરી હતી જે હવે નથી, ધન્યવાદ નિરૂ. મમ્મી આ હતી મારા તરફથી તમને બર્થડે ગિફ્ટ કવિતાની ખુશી જે તમારી છે.’’
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મહિલાના પતિને વર્ષ 2018માં અકસ્માત થયો હતો. જેમાં તેમને માથા ના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારથી તેઓ કોમામાં છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોત દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહિલા અહી તેની પુત્રી સાથે રહેતી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જો કે મહિલાની આત્મહત્યા કરવા પાછળનું કારણ તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.