Home /News /ahmedabad /Ahmedabad: ધોળકામાં સનાતન ધર્મના અનોખા મંદિરનું નિર્માણ, આ મંદિર સામાન્ય નથી

Ahmedabad: ધોળકામાં સનાતન ધર્મના અનોખા મંદિરનું નિર્માણ, આ મંદિર સામાન્ય નથી

X
જલકુંડ,

જલકુંડ, સ્થંભ પર કોતરેલા ભગવદગીતાના શ્લોકો, વિશિષ્ટ છોડ લોકોને આકર્ષિત કરે છે

અમદાવાદના ધોળકામાં સનાતન ધર્મનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 15 હેકટરમાં નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં ઈન્દ્રશીલ શાંતિવન, જળકુંડ વગેરે બનાવવામાં આવ્યાં છે. 

Parth Patel, Ahmedabad: અમદાવાદના ધોળકામાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા નિર્મિત સનાતન ધર્મનું મંદિર એ માત્ર મંદિર નથી, તેમાં ઈન્દ્રશીલ શાંતિવન, જળકુંડ, તીર્થસ્થાનોની રેપ્લિકા, મ્યુઝિયમ, ગાર્ડન અને ગેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવ્યા છે. ચાલો જોઈએ આ સનાતન ધર્મ મંદિરની વિશેષતા વિશે.

15 હેકટરમાં શું શું બનાવવામાં આવ્યું?

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદીએ જણાવ્યું હતું કે, શીલાબેન મોદીના સ્મૃતિરૂપે કેડિલા ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા સનાતન ધર્મ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.



આ સમગ્ર સ્થળ 15 હેક્ટર વિસ્તારમાં પથરાયેલું છે અને તેમાં ઈન્દ્રશીલ શાંતિવન, તીર્થ, મ્યુઝિયમ, વન અને ગેસ્ટ હાઉસનો સમાવેશ થાય છે.



આ મંદિરની સાથો સાથ 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ સાથે 8 દિશામાં 8 દિગ્પાળનો જીવંત અનુભવ પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવ્યો છે. આ તીર્થ ટેમ્પલ એ હસ્તકલાથી નિર્માણ પામેલું પૂર્ણ કદની હાથ ઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ ધરાવતું મંદિર છે.



જેનું નિર્માણ નાગર શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. તેમાં શિવ, શક્તિ અને વૈષ્ણવ દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરેલ છે.



આ વસ્તુ લોકોને આકર્ષિત કરશે

અહીં 7 પવિત્ર નદીઓનું પ્રતિનિધિત્વ કરતા પવિત્ર જળ કુંડનું પણ નિર્માણ કરાયું છે. આ સ્થળને શરીર, મન અને આત્માને શાંતિ આપે તે રીતે વિકસાવાયું છે. જ્યારે એક સ્થિર જળકુંડમાં 52 વોટર જેટ મૂક્યા છે. આ જળસ્થાનની સમચોરસ પવિત્ર જગ્યામાં શ્રી યંત્ર મૂકવામાં આવ્યું છે. અહીં 87 સ્તંભ ઉપર કલાત્મક રીતે કોતરેલા શ્રીમદ્ ભગવદગીતાના શ્લોકો તથા 87 જેટલા હર્બલ અને ધાર્મિક મહત્વ ધરાવતા છોડ રોપવામાં આવ્યા છે.



રામાયણ અને મહાભારતના યાદગાર પ્રસંગો

આ સાથે રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગો દર્શાવતી શિલ્પકૃતિઓ મૂકેલ છે. જેમાં દશાવતારના શિલ્પો બદલાતા જતા સમય ચક્રની યાદ અપાવે છે. જ્યારે ત્રિમૂર્તિનું શિલ્પ ભગવાન શિવની સૃષ્ટિના સર્જન, વિનાશ અને પુનઃ નિર્માણની યાદ અપાવે છે. તથા અર્ધનારેશ્વરની પ્રતિમા જીવન અને અસ્તિત્વનો ખ્યાલ આપે છે.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmedabad news, Hindu Temple, Local 18