Home /News /ahmedabad /અમદાવાદની સ્કૂલની અનોખી પહેલ, મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓને ફ્રી બસ!

અમદાવાદની સ્કૂલની અનોખી પહેલ, મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓને ફ્રી બસ!

મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓને ફ્રી બસ!

મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓ માટે થલતેજના મેટ્રો સ્ટેશન પર ફ્રી બસ સેવાની વ્યવસ્થા આ ખાનગી શાળાએ કરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી પહેલ

અમદાવાદ: શહેરમાં હાલમાં જ શરુ થયેલી મેટ્રોની સવારી કરવા આમ તો ઘણા લોકો પડાપડી કરી રહ્યા છે, પરંતુ પોતાના ઘરથી સ્કૂલ સુધી પહોંચવા માટે ઘણા વિદ્યાર્થીઓ પણ મેટ્રોનો સહારો લે તે આવકાર્ય છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધે તે દિશામાં અમદાવાદની ખાનગી શાળાએ અનોખી પહેલ કરી છે. મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓ માટે થલતેજના મેટ્રો સ્ટેશન પર ફ્રી બસ સેવાની વ્યવસ્થા આ ખાનગી શાળાએ કરી છે. જેને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી છે.

મેટ્રો સ્ટેશનથી સ્કૂલ સુધી લઈ જશે અને પાછા ત્યાં મૂકી પણ જશે

વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં શરૂ થયેલી મેટ્રો ટ્રેનની મુસાફરી હવે વધુ સગવડભરી બનશે. શહેરની સ્કૂલ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રને પોતાના વિદ્યાર્થીઓ માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી સ્કૂલે પહોંચવા માટે ફ્રી ફેરી સર્વિસ શરૂ કરી છે. આ અંગે સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સરળ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પૂરી પાડવાના હેતુ સાથે કરાયેલી આ પહેલથી મેટ્રો ટ્રેન દ્વારા દરરોજ સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. હાલ વિદ્યાર્થીઓએ ટ્રાફિકભર્યા ચાર રસ્તા ઓળંગીને સ્કૂલ સુધી ચાલતા જવું પડે છે. આ પહેલ સાથે હવે વાલીઓની ચિંતા દૂર થશે. કારણ કે, સ્કૂલની બસ વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનથી સ્કૂલ સુધી લઈ જશે અને સમય પ્રમાણે પાછા ત્યાં મૂકી પણ જશે.

આ પણ વાંચો: ચેતવણીરૂપ કિસ્સો! 40 લાખની ગાડીનું 9 લાખ ડિસ્કાઉન્ટ? વેપારીને લાગ્યો લાખોનો ચુનો

શું કહે છે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડારેક્ટર?

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડારેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, મેટ્રો રૂટ શરૂ થયા પછી અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે જોયું કે થલતેજ મેટ્રો સ્ટેશને ઉતર્યા પછી વિદ્યાર્થીઓએ ટ્રાફિકવાળા ચાર રસ્તા ઓળંગવા પડે છે. ઉપરાંત, સ્ટેશનેથી ચાલીને સ્કૂલ સુધી આવવામાં સમય પણ બગડે છે. આથી અમે અમારા વિદ્યાર્થીઓને મેટ્રો સ્ટેશનથી સ્કૂલ સુધી સુરક્ષિત અને ઝંઝટ વિના પહોંચાડવા માટે આ સર્વિસ શરૂ કરી છે.

સ્કૂલ દ્વારા તમામ વાલીઓને આ પહેલ અંગે જાણ કરી દેવાઈ છે. હવે જે વાલીઓ આ સર્વિસ મેળવવા ઈચ્છતા હોય તેઓ સ્કૂલ મેનેજમેન્ટનો સંપર્ક કરીને તેમના સંતાનો માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. સ્કૂલ આવા વિદ્યાર્થીઓનું એક લિસ્ટ બનાવશે અને થલતેજ મેટ્રો સ્ટેશનથી પિક-અપ અને ડ્રોપ ફેસિલિટી માટે ટૂંક સમયમાં બસ તૈનાત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આવવા-જવા માટે આ વેલ્યુ-એડેડ સર્વિસ છે અને તેના માટે સ્કૂલ વાલીઓ પાસેથી કોઈ ચાર્જ નહીં લે. સવારની અને બપોરની એમ બંને શિફ્ટના વિદ્યાર્થીઓ આ સર્વિસનો લાભ લઈ શકશે. મહત્વનું છે કે, આ પહેલથી વિદ્યાર્થીઓ માટે ઘરેથી સ્કૂલ સુધીની રોજની ટ્રેનની મુસાફરીને વધુ સરળ તથા ઝંઝટમુક્ત બનશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Metro Rail

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन