Home /News /ahmedabad /GTU દ્વારા વિધાર્થીનીઓ અને મહિલાકર્મીઓ માટે અનોખી પહેલ, આત્મરક્ષણ માટે અપાઈ તાલીમ

GTU દ્વારા વિધાર્થીનીઓ અને મહિલાકર્મીઓ માટે અનોખી પહેલ, આત્મરક્ષણ માટે અપાઈ તાલીમ

GTU દ્વારા કરવામાં આવી અનોખી પહેલ

GTU Self-Defence training: હાલમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. GTU દ્વારા દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ આપી સજ્જ કરવામાં આવી છે. આવી આત્મરક્ષાની તાલીમ અન્ય કોલેજોએ પણ યોજવા GTU દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: સમાજમાં પ્રવર્તતી કેટલીક અનિચ્છનીય ઘટનાઓ અને અસામાજીક તત્વોને કારણે દરેક મહિલા અને વિદ્યાર્થીનીઓને આત્મરક્ષણના પાઠ શીખવા વર્તમાન સમયની જરૂરીયાત છે. જેને અનુલક્ષીને હાલમાં જ સમાજસેવાના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી. GTUએ દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ આપી સજ્જ કરવામાં આવી છે. આવી આત્મરક્ષાની તાલીમ અન્ય કોલેજોએ પણ યોજવા GTU દ્વારા બીજી કોલેજોને સૂચના આપવામાં આવી છે.

GTU દ્વારા તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો


GTUના વિદૂષી ગાર્ગી સેન્ટર ફોર વુમન ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વ-રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, સમાજસેવાના પ્રત્યેક કાર્યમાં જીટીયુ હરહંમેશા કાર્યરત રહ્યું છે. વર્તમાન સમયમાં દરેક વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓએ આત્મરક્ષણની તાલીમ મેળવવી જ જોઈએ. જેના માટે જીટીયુની 150થી વધુ વિદ્યાર્થીનીઓ અને મહિલા કર્મચારીઓને તાલીમ મેળવામાં આવી છે. આગામી દિવસોમાં જીટીયુની તમામ પીજી સ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે આ પ્રકારની તાલીમનું આયોજન જીટીયુ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો: સગીરાની જાહેરમાં ગળું કાપીને હત્યા કરનાર આધેડને મળી આજીવન કેદની સજા

મહિલાઓને આત્મરક્ષા તાલીમની તાતી જરૂર


તાલીમના કારણોસર વિદ્યાર્થીનીઓ આત્મરક્ષણનું જ્ઞાન તો મેળવશે તેની સાથે-સાથે જુડો, કરાટે અને ટાઈક્વોન્ડો જેવી માર્શલ આર્ટ્સની વિવિધ રમતો પ્રત્યે પણ તેમની રૂચી કેળવાશે, જેનાથી આગામી સમયમાં જીટીયુની વિદ્યાર્થીનીઓ આ ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી શકશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમાજ ઉપયોગી આ ઉમદા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, અન્ય યુનિવર્સિટીઓ અને ઇન્સ્ટિટ્યૂટે પણ આ રીતે પ્રેરણા લઈ મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવી જોઈએ.

તાલીમ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા રૂપ


ઉલ્લેખનીય છે કે, પ્રવર્તમાન સમયમાં રોજે રોજ દેશમાં મહિલાઓ કે યુવતીઓ સાથે અઘટિત ઘટના ઘટી રહી છે. રોજે રોજ મહિલાઓ સાથે અત્યાચાર કે દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. માટે આવા સમયે પોતાની આત્મરક્ષા માટે મહિલાઓ આવી મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરી શકે અને પોતાનું રક્ષણ કરી શકશે. મહિલાઓને અપાતી આ સ્વરક્ષણની તાલીમ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા રૂપ સાબિત થશે. કારણ કે, વર્તમાન સમયમાં મહિલાઓને આ તાલીમની તાતી જરૂર છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Education News, Gujarat Technological University, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन