Home /News /ahmedabad /

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓમાં ભળ્યો દેશભક્તિનો રંગ; 500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી

Ahmedabad: આઝાદી કા અમૃત મહોત્સવ: વિદ્યાર્થીઓમાં ભળ્યો દેશભક્તિનો રંગ; 500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા નીકળી

વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓ DJ ના તાલે દેશભક્તિના ગીતોથી ઝૂમી ઉઠ્યા

સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. ત્યારે અમદાવાદની સાધના વિનય સ્કૂલ દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામના 75 વર્ષ પર 500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    Parth patel, Ahmedabad: સમગ્ર દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrut Mahotsav) ઊજવી રહ્યો છે. ત્યારે અમદાવાદની સાધના વિનય સ્કૂલ ( Sadhana Vinay School ) દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામના 75 વર્ષ પર 500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ

    ભારત (India) દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી ગુજરાતની અલગ અલગ સ્કૂલો, કોલેજો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય સ્કૂલ દ્વારા આ મહોત્સવના (Mahotsav) ભાગરૂપે તથા વિશેષમાં હર ઘર તિરંગા અંતર્ગત આ તહેવારની (Festival) ઉજવણી કરવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામના 75 વર્ષ પર 500 મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

    વિદ્યાર્થીઓ DJ ના તાલે દેશભક્તિના ગીતોથી ઝૂમી ઉઠ્યા

    સાધના વિનય સ્કૂલના ટ્રસ્ટી સાથે વાત કરતા જણાવ્યું કે આ તિરંગા યાત્રામાં ધોરણ 9 થી 12 ના અંદાજે 200 વિદ્યાર્થીઓ (Students) અને 15 કર્મચારીઓએ (Employees) ભાગ લીધો હતો. આ તિરંગા યાત્રાને અમદાવાદ મહાનગરપાલિકાના (Municipality) માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલે ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં પ્રતીક રૂપે 500 મીટરના તિરંગાને રજૂ કરવામાં આવ્યો હતો તથા વિદ્યાર્થીઓ DJ ના તાલે દેશભક્તિના (Patriotism) ગીતોથી ઝૂમી ઉઠ્યા હતા.

    અલગ અલગ વેશભૂષા પણ રજૂ કરવામાં આવી

    આ ઉપરાંત અલગ અલગ વેશભૂષા (Costume) દ્વારા દેશભક્તિની ભાવના પણ રજૂ કરવામાં આવી હતી. જેનાથી શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને સમાજ તથા સામાન્ય નાગરિક (Citizen) સુધી દેશભક્તિનો મેસેજ પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં સ્કૂલ દ્વારા સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરોની (Heroes) થીમ પર 400 ફૂટ લાંબી રાખડી (Kept) પણ બનાવવામાં આવી હતી.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Celebrations, Independence day, National Flag, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन