Home /News /ahmedabad /બહેન માટે છોકરો જોવા અમદાવાદ આવવું યુવકને 10.75 લાખમાં પડ્યું, જાણો સમગ્ર ઘટના
બહેન માટે છોકરો જોવા અમદાવાદ આવવું યુવકને 10.75 લાખમાં પડ્યું, જાણો સમગ્ર ઘટના
બેગમાંથી દાગીના સહિતનો સામાન ગાયબ
Jewelry Theft: મહારાષ્ટ્રમાં રહેતો એક યુવક તેની બહેનના લગ્ન માટે અમદાવાદ ખાતે એક યુવકને જોવા અને તેની સાથે મીટીંગ કરવા માટે અન્ય પરિવારજનો સાથે આવ્યો હતો. આ દરમિયાન તેણે ગાડીમાં રાખેલો સામાન વ્યવસ્થિત તપાસતા તેમાંથી 10.75 લાખના દાગીના સહિતનો સામાન ગાયબ હતો.
અમદાવાદ: મહારાષ્ટ્રમાં રહેતો એક યુવક તેની બહેનના લગ્ન માટે અમદાવાદ ખાતે એક યુવકને જોવા અને તેની સાથે મીટીંગ કરવા માટે અન્ય પરિવારજનો સાથે આવ્યો હતો. તે બાદ આ મીટીંગ પૂર્ણ કરી ઓળખીતા વ્યક્તિની દુકાને મળવા માટે સંબંધીની ગાડી લઈને ગયો હતો. ત્યાથી બધાને મળીને તે આ ગાડી સાથે રેલ્વે સ્ટેશન ગયો હતો. આ દરમિયાન તેણે ગાડીમાં રાખેલો સામાન વ્યવસ્થિત તપાસતા તેમાંથી 10.75 લાખના દાગીના સહિતનો સામાન ગાયબ હતો. સમગ્ર બાબતને લઈને આ યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બહેન માટે છોકરો જોવા માટે આવ્યા હતા
મહારાષ્ટ્રમાં રહેતા યશ ભાઈ તેમના માતા, બહેન, દાદા-દાદી અને કાકા-કાકી સહિતના લોકો સાથે રહે છે. તેમના જ ગામમાં તે કાપડનો વેપાર કરે છે. તેઓની બહેનના લગ્ન કરાવવાના હોવાથી છોકરો જોવા માટે તેઓ તથા કાકા-કાકી ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. અહીં આવીને જે છોકરાને જોવા જવાનો હતો, તેઓની સાથે હોટલ કોર્ટયાર્ડમાં મીટીંગ હોવાથી તેઓ કેબ કરીને હોટલ ખાતે ગયા હતા. જ્યાં યશભાઈની સાથે તેમના પરિવારજનો પણ ગયા હતા. બાદમાં મીટીંગ પૂરી થયા પછી તેઓ કાગડાપીઠ ખાતે એક સંબંધની ઓફિસે મળવા ગયા અને આ માટે તેમણે તેમના કોઈ ઓળખીતાની ગાડીમાં સામાન મૂકી કાગડાપીઠ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ત્યાંથી પરત મહારાષ્ટ્ર જવાનું હોવાથી તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે કારમાં બેસી તેઓએ તેમનો સામાન તપાસતા તેમાંથી 10.75 લાખના દાગીના ગાયબ હતા. જેથી સમગ્ર બાબતને લઈને તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાગીના સહિતનો સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ આ ઘટનાને લઈને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તથા કારચાલકની પૂછપરછ કરી ચોરી કરનાર સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું પોલીસ જણાવી રહી છે.
મહારાષ્ટ્રથી ગુજરાતમાં પોતાની બહેન માટે છોકરો જોવા માટે આવ્યા હતા પરંતુ અહીં આવવું તેમને 10.75 લાખમાં પડ્યું હતું. કારણ કે, તેમની પાસે 10.75 લાખના દાગીના હતા. રેલ્વે સ્ટેશન પર જતા પહેલા તેમણે પોતાનો સામાન ચેક કર્યા હતો તો, તેમાંથી 10.75 લાખના દાગીના ગાયબ હતા. જેથી તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી છે.