Home /News /ahmedabad /અમદાવાદ: શાહીબાગમાં પાંચમાં માળે લાગેલી આગમાં કિશોરીનું મોત, ગેસ ગિઝરમાં બ્લાસ્ટ થયાની આશંકા

અમદાવાદ: શાહીબાગમાં પાંચમાં માળે લાગેલી આગમાં કિશોરીનું મોત, ગેસ ગિઝરમાં બ્લાસ્ટ થયાની આશંકા

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે

પોલીસ fsl ની મદદ થી આગ લાગવા પાછળ નું કારણ જાણવા તપાસ શરૂ કરી

અમદાવાદ: અમદાવાદમાં આવેલ ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચીડ ગ્રીન બિલ્ડિંગના બી બ્લોકમાં આગની ઘટના બનતા દોડધામ મચી ગઇ હતી. આજે વહેલી સવારે અહીં બિલ્ડીંગના સાતમાં માળે આગ લાગી હતી અને જેના કારણે ફાયર વિભાગને બોલાવીને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આ આગમાં એક બાળકીનું મોત થતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે અને જેને લઇ પોલીસ પણ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે. આગની આ ઘટનાના કારણે આખું ઘર બળીને ખાખ થઈ ગયું છે. જોકે ઘરમાં વધારે ફર્નિચર હોવું પણ નુકસાનકારક હોઈ શકે છે. સાતમાં માળે ઘરમાં 5 સભ્યો હતા .એક બાળકી આગમાં ફસાઇ હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને જેને લઇ ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી. ફાયર વિભાગ દ્વારા બાળકીને બચાવી હોસ્પિટલ મોકલવામાં આવી તો ખરી પરંતુ સારવાર સમય બાળકી બચી શકી નહિ.



અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટની આગ હકીકતમાં અમદાવાદના ફાયરબ્રિગેડ વિભાગ માટે મોટા સબકરૂપ ઘટના છે. ફાયર અધિકારીના કેહવુ છે કે  અમે તો આઠમા માળેથી એક ફાયર ફાઈટરને નીચે સાતમા માળે ઉતાર્યો હતો. કમનસીબે ફાયરની ટીમ પહોંચી એ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. ફાયરની ટીમે આગ બુઝાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યા છે. હજી સુધી આગ લાગવાનું કારણ તો સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ ગેસ ગીઝર ફાટવાને લીધે આ આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવે છે.

આ પણ વાંચો: પંજાબ: 10 મહિનાની સરકારમાં બીજા મંત્રીનું રાજીનામું, ભ્રષ્ટાચારના આરોપ લાગતા લીધી મોટી એક્શન

ત્રણ બેડરુમના આ ફ્લેટમાં કયા બાથરુમનું ગેસ ગીઝર ફાટ્યું તે તો હાલ સ્પષ્ટ જણાયું નહોતું. પરંતુ આગ ઓલવીને સ્થળે પહોંચનારા ફાયરના કર્મચારીના પ્રાથમિક અનુમાન મુજબ બાથરુમનું ગેસ ગીઝર ફાટ્યું હોઈ શકે છે જેને કારણે આખી આગ ફેલાઈ હોય તેમ બની શકે છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad fire, Ahmedabad fire fighters, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन