Home /News /ahmedabad /Ahmedabad Crime: લંપટ શિક્ષકે ગંદુ કામ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ, અમદાવાદની ચોંકાવનારી ઘટના
Ahmedabad Crime: લંપટ શિક્ષકે ગંદુ કામ કરતા વિદ્યાર્થિની હેબતાઇ ગઇ, અમદાવાદની ચોંકાવનારી ઘટના
આરોપી અજય સોલંકી ચાંદખેડામાં ભાડે રહે છે અને છેલ્લા 7 વર્ષથી સરસપુરમાં ટ્યુશન કલાસીસ ચલાવે છે.
સરસપુર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક્સ સ્ટૂડન્ટ તરીકે પરીક્ષા આપવાની હતી. આ વિદ્યાર્થિની છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન ક્લાસમાં જતી હતી
અમદાવાદઃ સરસપુરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને ભણાવવાના બહાને છેડતી કરી હતી. જેની જાણ વિદ્યાર્થિનીના પરિવારજનોને થતાં તેઓ શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે હકીકત જાણી આરોપી સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. આ લંપટ શિક્ષકે અન્ય કોઇ સાથે આવું ગંદુકામ કર્યું છે કે કેમ તે બાબતને લઇને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપી લંપટ શિક્ષકનું નામ અજય સોલંકી છે. જેને ગુરુ અને વિદ્યાર્થિનીના સંબંધને લાંછન લાગે તેવું કૃત્ય કરતા તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ઘટના એવી છે કે સરસપુર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક્સ સ્ટૂડન્ટ તરીકે પરીક્ષા આપવાની હતી. આ વિદ્યાર્થિની છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન ક્લાસમાં જતી હતી. 9 જાન્યુઆરીના રોજ આરોપી અજય સોલંકીએ અભ્યાસના નામે સગીરાને રોકી હતી. અને ત્યાર બાદ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. સગીરાએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હોવાનું શહેરકોટડા પોલીસસ્ટેશનના પી.આઇ. બી.કે. ખાચરે જણાવ્યું છે.
આરોપી અજય સોલંકી ચાંદખેડામાં ભાડે રહે છે અને છેલ્લા 7 વર્ષથી સરસપુરમાં ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેના ક્લાસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. આરોપી અજય સોલંકીની નજર સગીરા પર બગડી હતી. અને તેને ભણાવવાના નામે રોકી હતી અને બીજા વિદ્યાર્થીઓને મોકલી દીધા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિની સાથે શારીરીક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીએ બૂમ પાડતા આરોપીએ છોડી દીધી હતી. આ સગીરા એટલી ગભરાઈ ગઈ કે તે ગુમસુમ રહેતી હતી. પરિવારે તપાસ કરતા ટ્યુશન ક્લાસના શિક્ષકે તેને એકલી રોકી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેને શિક્ષકની કરતૂત જણાવી હતી. જેને લઈને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
શહેરકોટડા પોલીસે લંપટ શિક્ષક એવા અજય સોલંકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપીએ અન્ય કોઈ વિદ્યાર્થિની સાથે આવું કંઈ કર્યું છે કે નહિ તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.