અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં 210 કિલો વજન ધરાવતા વ્યક્તિનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં સફળ ઓપરેશન કરવામાં આવ્યુ છે. 200 કિલોથી વધુ વજન ધરાવતા વ્યક્તિ પર બેરિયાટ્રિક સર્જરી કરાયાની આ પ્રથમ ઘટના છે. મહત્ત્વની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, સિવિલમાં માત્ર 30 હજાર રૂપિયામાં દર્દી સારવાર લઈ સ્વસ્થ થઈ પરત ફર્યા છે.
બદલાતી લાઈફ સ્ટાઇલના કારણે ઓબેસિટીનાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. 210 કિલો વજન થઇ જતાં કંટાળેલા બોટાદના એક વ્યક્તિની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફળ બેરિયાટ્રીક સર્જરી કરવામાં આવી છે. જો તમારું વજન 200 કિલો કે તેથી વધુ થઈ જાય તો? આ વાત વિચારીને જ પરસેવો વળી જાય ત્યારે આવા દર્દીની બરિયતિક સર્જરી કરવામાં સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરને પણ પરસેવો વાળી ગયો હતો. બોટાદમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ચેતન પરમારને જીનેટીકલ પ્રોબ્લેમ હોવાથી તેનુ વજન ધીમે-ધીમે વધી 220 કિલો થઇ ગયું હતું. વધુ વજનને કારણે તે ચાલી શકતા ન હતા. રોજિંદી કામગીરી પણ કરી શકતા ન હતા, જેથી હારી થાકીને સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો.
વ્યક્તિના ઓપરેશન પહેલા અને પછી પડેલી ચેલેન્જ
એક્સ-રે બે ભાગમાં પાડવા પડતા કારણ કે એક્સરે પ્લેટ નાની પડતી હતી. ઓપરેશન થિયેટરનું ટેબલ આટલા વજનથી તૂટી જાય નહીં તેની ચકાસણી કરાઈ હતી. ઓપરેશન થિયેટરમાં આગલા દિવસે દર્દીને બે કલાક ઊલ્ટી ટેબલ પર સુવાડી રખાયા હતા. જેથી ચેક થઈ શકે કે એનેસ્થેસિયા આપ્યા બાદ 10 વ્યક્તિઓ દ્વારા ઊંચકીને ટેબલ પર ખસેડવામાં આવ્યા. ઓપરેશન પહેલા તેનું વજન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં તેનું વજન કરાવી શકાય તેવો વજન કાંટો પણ ન હતો. દર્દી જ્યારે પણ સગાવાલા કે અન્ય કોઈના ઘરે જાય તો પોતાની ખુરશી સાથે લઈ જતા હતા. વજન વધુ હોવાથી તમામ રિક્ષાચાલકો લઈ જવા તૈયાર ન થતા.
10 લાખથી 20 લાખમાં પ્રાઇવેટમાં થતા ઓપરેશનને માત્ર 20 થી 30 હજારના ખર્ચમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઓપરેશન કરી અપાયું છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી, બેરિયાટ્રિક સર્જન ફો. પ્રશાંત મહેતાનું કહેવું છે કે અત્યાર સુધી સિવિલ માં વધુ માં વધુ 150 કિલો વજન ધરાવતા વ્યક્તિની સરજરી કરવામાં આવી છે. આ પ્રથમ ઘટના બની છે કે 200 કિલો વજનની વ્યક્તિનું સફળ સર્જરી થઈ છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી 10 લાખની થાય છે જ્યારે સિવિલ માં 30 હજારનો ખર્ચ થયો છે. દર્દીનુ વજન ઘટે એ માટે લેપ્રોસ્કોપી કરી છે, હોજરી કાપીને નાની કરી છે, 210 કિલોમાંથી 150 કિલો વજન થશે એવી આશા છે. બેરિયાટ્રિક સર્જરી કરીએ એટલે એક વર્ષમાં 20 થી 30 ટકા જેટલું વજન ઘટતું હોય છે.
અગાઉ સિવિલમાં તૃપ્તિ બેનનું ઓપરેશન કરવામાં આવ્યું છે તેઓનું વજન 110 થી ઘટી 75 થયું છે. ડોક્ટરોનું માનીએ તો ઓબેસીટી માટે જેનીટિક, જંકફુડ, હોર્મોન્સ ડીસ ઓર્ડર જેવા કારણો જવાબદાર હોય છે. એવા લોકોને બી.પી, ડાયાબિટીસ સહિતની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે જેથી વજન સતત વધે તો તેને નિયંત્રિત કરવું જોઇએ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર