Home /News /ahmedabad /અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થી નેતાની ગુંડાગીરી: પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી, જુઓ CCTV વીડિયો

અમદાવાદની કોલેજમાં વિદ્યાર્થી નેતાની ગુંડાગીરી: પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી, જુઓ CCTV વીડિયો

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ કરાશે અને વિદ્યાર્થીઓને રસ્ટીકેટ સુધીની કાર્યવાહી કરાશે.

Ahmedabad LD Collage CCTV: જુલાઈ મહિનામાં પ્રિન્સિપાલે તેમને મળવા બોલાવ્યા હતા.  તે સમયે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહિ થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે છરી બતાવીને ફેરવતા હતા અને વિદ્યાર્થીઓને ડરાવતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કોલેજમાં ફરી એકવાર વિદ્યાર્થી નેતાની દાદાગીરી સામે આવી છે. આ વિદ્યાર્થી નેતાની દાદાગીરીની હદ તો ત્યારે થઈ જ્યારે આ નેતાએ પ્રિન્સિપાલની ચેમ્બરમાં ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી મારી હતી અને પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી. આ શખ્સએ પ્રિન્સિપાલની કેબિનમાં જઈને પોર્ટ ફેંક્યું અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કરીને ખુરશી ફેંકી કાચ તોડ્યાના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા છે.

જોકે આ વિદ્યાર્થી સામે અનેક ફરિયાદો વિદ્યાર્થીઓમાં ઉઠી છે જેમાં ચાલુ વર્ગે ચપ્પુ ફેરવીને અન્ય વિદ્યાર્થીને ડરાવતો હોવાની પણ ફરિયાદ છે. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ  કોલેજોમાં વિદ્યાર્થી નેતાઓની ગુંડાગીરીની બનેલી આ ઘટના પહેલીવારની ન.થી અગાઉ પણ આ જ કોલેજમાં વિદ્યાર્થીઓની ગુંડાગીરીના દ્રઢયો સામે આવી ચુક્યા છે. આમ તો એલ.ડી કોલેજમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો છે. જેમાં અધ્યાપકોને હેરાન કરવા, વિદ્યાર્થીનીઓને પરેશાન કરવી સહિતની ફરિયાદો છે.



આ જ કારણોસર ગત જુલાઈ મહિનામાં પ્રિન્સિપાલે તેમને મળવા બોલાવ્યા હતા.  તે સમયે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહિ થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ ક્લાસે છરી બતાવીને ફેરવતા હતા અને વિદ્યાર્થીઓને ડરાવતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. તેઓ મહિલા અધ્યાપકોને ચાલુ ક્લાસે જઈને તેમના ક્લાસના દરવાજા ચાલુ ક્લાસે બંધ કરી દેતા હતા. કોલેજ કેમ્પસના બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા.

આ પણ વાંચો- ચૂંટણીની તારીખ જાહેર કરતા પહેલા ગુજરાતમાં પંચનો ધમધમાટ

બે દિવસ અગાઉ  એક મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ સમગ્ર મામલે આજે એલડી આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા. તે સમયે  દાદાગીરી કરતા જ ત્રણેય વિદ્યાર્થીઓ ફિલમી સ્ટાઈલમાં પ્રિન્સિપાલની ઓફિસમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને શાંતિથી વાત કરવા કહ્યું હતું. જે બાદ આ નેતાઓ દાદગીરી કરી પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આને ફલાવર પોર્ટ વડે કાચ તોડી ખુરશી ફેંકી ત્યાંથી નીકળી ગયા હતા.

આ પણ વાંચો- કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીઃ થરુરનો આત્મવિશ્વાસ વધ્યો, કહ્યું- કોઈ નથી ટક્કરમાં

આ અંગે કોલેજના પ્રિન્સિપાલ ડો મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે, આ વખતે વિદ્યાર્થીઓએ હદ પાર કરીને મને જેમ તેમ બોલીને મને મારવાનો પ્રયત્ન કર્યો છે જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ફરિયાદ કરાશે અને વિદ્યાર્થીઓને રસ્ટીકેટ સુધીની કાર્યવાહી કરાશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad Crime latest news, Ahmedabad crime news, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन