Home /News /ahmedabad /પરિશ્રમ સાથે પરીક્ષા: જીવનમાં ભણતરનું કેટલું મહત્ત્વ છે તે અમદાવાદના આ વિદ્યાર્થીની કહાણીથી સમજો
પરિશ્રમ સાથે પરીક્ષા: જીવનમાં ભણતરનું કેટલું મહત્ત્વ છે તે અમદાવાદના આ વિદ્યાર્થીની કહાણીથી સમજો
સુભાષનું કહેવું છે કે હાલ પરિક્ષામાં પેપર ખુબ સારા જઈ રહ્યાં છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને આજ વિસ્તારમાં આવેલી સુરજ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુભાષ હાલ ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. બે વર્ષ અગાઉ કિડનીની ગંભીર બિમારીથી પિડાતા પિતાનું અવસાન થયું હતું
અમદાવાદ: ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જો કે હવે પરીક્ષા અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસ કે પ્રાઈવેટ ટ્યુશન લઈને અભ્યાસ કરતાં હોય છે પરંતુ અમદાવાદનો એક વિદ્યાર્થી એવો પણ છે જે પોતે ખાનગી પેથોલોજી લેબમાં નોકરી પણ કરી રહ્યોં છે સાથે-સાથે ધોરણ-10ની પરીક્ષા પણ આપી રહ્યો છે. ત્યારે શું છે વિદ્યાર્થીના પરિશ્રમ સાથે પરીક્ષાની કહાની તે જાણવું જરુરી છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને આજ વિસ્તારમાં આવેલી સુરજ હિન્દી વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુભાષ હાલ ગુજરાત બોર્ડની પરીક્ષા આપી રહ્યો છે. બે વર્ષ અગાઉ કિડનીની ગંભીર બિમારીથી પિડાતા પિતાનું અવસાન થયું હતું. જો કે ત્યાર બાદ તેમના પરીવારની તકલીફો વધી ગઈ. હાલ પરિવારમાં ભાઈ, બહેન અને માતા છે. સુભાષ પોતે પરિવારમાં નાનો હોવા છતાં પરિવારની તકલીફને પોતાની તકલીફ સમજી પરિવારનો ઘરખર્ચ ઉઠાવવામાં મદદ કરી રહ્યોં છે. પોતે ખાનગી પેથોલોજી લેબમાં સેમ્પલ લાવવા લઈ જવાનું કામ કરે છે અને 9 હજાર જેટલો પગાર મેળવે છે.
સુભાષનું કહેવું છે કે હાલ પરિક્ષામાં પેપર ખુબ સારા જઈ રહ્યાં છે. તે જણાવે છે કે લેબમાં જ્યારે સમય મળે ત્યારે તે અભ્યાસનો સમય કાઢી લે છે. જ્યારે લેબમાં કામ ન હોય ત્યારે તે લેબમાંથી રજા લઈને પણ ઘરે જઈ વાંચન કરે છે. તે પોતે કોમર્સ લાઈન લઈ પોતાની કારકિર્દી બનાવવા માંગે છે. તેને ભણાવવા પાછળ તેનો મોટોભાઈ અને તેની માતા પણ ખુબ મહેનત કરી રહ્યા છે.
મહત્વનું છે કે ક્યાંક પોતાના દીકરાને ભણાવવા પિતા કે માતા પણ સાથે પરીક્ષા આપી રહ્યાં છે તો ક્યાંક અકસ્માતે મુશ્કેલી સર્જી છતાં હિંમત હાર્યા વિના વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે તો ક્યાંક સુભાષ જેવા એવા વિદ્યાર્થીઓ પણ છે જેઓ પરિવાર માટે પરિશ્રમને પોતાના માટે પરીક્ષા આપી છે.